મુંબઈઃ બિટકોઇનમાં ફરીથી સુધારો શરૂ થયો છે. શુક્રવારે બપોર સુધીમાં ભાવ 0.30 ટકા જેટલો વધીને 36,617 પર પહોંચ્યો હતો. જોકે, એથેરિયમમાં ભાવ 1.33 ટકાના ઘટાડા સાથે 2,403 ચાલી રહ્યો હતો. આમ, રોકાણકારોમાં માર્કેટના પ્રવાહ વિશે વિરોધાભાસી વલણ છે.
અમેરિકાના ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલે સાવચેતીભરી નાણાં નીતિની જાહેરાત કરી તેને પગલે રોકાણકારો વ્યાજદરના વધારા વિશે ચિંતિત છે. અમુકનું કહેવું છે કે ફેડરલ રિઝર્વ આ વર્ષે ચાર કરતાં વધારે વખત વ્યાજદર વધારશે.
અમેરિકન ડૉલર કરન્સી ઇન્ડેક્સ (ડીએક્સવાય) ચોવીસ કલાકના ગાળામાં 0.79 ટકા વધીને 97.3 થઈ ગયો હતો. ડૉલરના ભાવ પર આધારિત મોટાભાગના સ્ટેબલકોઇનના ભાવમાં પણ એવી જ હિલચાલ જોવા મળી હતી.
ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 0.27 ટકા (140 પોઇન્ટ) ઘટીને 52,436 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 52,576 ખૂલ્યા બાદ ઉપરમાં 53,755 અને નીચામાં 51,045 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
52,576 પોઇન્ટ | 53,755 પોઇન્ટ | 51,045 પોઇન્ટ | 52,436 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 28-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |