IC15 ઇન્ડેક્સ 1119 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ રોકાણકારો મંદ થઈ રહેલી આર્થિક પ્રવૃત્તિઓ અને વધી રહેલા ફુગાવાને કારણે વધુ જોખમ ધરાવતી એસેટ્સમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા હોવાથી ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ ચાલી રહ્યું છે. સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી – બિટકોઇનનો ભાવ ઓપ્શન્સની એક્સપાયરી પહેલાં 39,100 ડોલરની સપાટીની આસપાસ ચાલી રહ્યો છે.

અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એસ એન્ડ પી 500 ફ્યુચર્સમાં 0.7 ટકા અને નાસ્દાક ફ્યુચર્સમાં એક ટકા કરતાં વધારેનો ઘટાડો જોવા મળ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અલગ અલગ ક્રીપ્ટોકરન્સીના 200 મિલ્યન ડોલર કરતાં વધુનું લિક્વિડેશન થયું છે. બિટકોઇન તથા અન્ય ક્રિપ્ટોમાં વોલેટિલિટી વધારે રહેવાની શક્યતા છે. ઈથેરિયમ બે ટકા ઘટીને 2800 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. મુખ્ય ઓલ્ટરનેટિવ કોઇનમાં પણ ઘટાડો નોંધાયો છે.

અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.90 ટકા (1119 પોઇન્ટ) ઘટીને 57,525 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 58,645 ખૂલીને 59,411 સુધીની ઉપલી અને 57,285 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. 

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
58,645 પોઇન્ટ 59,411 પોઇન્ટ 57,285 પોઇન્ટ 57,525 પોઇન્ટ
ડેટાનો સમયઃ 29-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)