આઇસી15 ઇન્ડેક્સમાં 2,710 પોઇન્ટનો કડાકો

મુંબઈઃ સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઉછાળો આવ્યા બાદ મંગળવારે તેના કરતાં વધારે ઘટાડો થયો હતો. અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં રોકાણકારોએ નફો બુક કરતાં ક્રીપ્ટોકરન્સીના ભાવ ઘટ્યા હોવાનું કહેવાય છે.

દરમિયાન, ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રીય બેન્કે નીતિવિષયક વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. બીજી બાજુ, યુરોપિયન સેન્ટ્રલ બેન્ક વ્યાજદર સંબંધે ગુરુવારે જાહેરાત કરવાની છે. રોકાણકારોની ધારણા છે કે અમેરિકામાં ફુગાવાનો દર ઉંચો નહીં હોય અને તેને લીધે વ્યાજદરમાં મોટો વધારો નહીં થાય. આમ છતાં જો ફુગાવો વધશે તો 75 બેઝિસ પોઇન્ટનો વધારો થઈ શકે છે.

બિટકોઇન પાછલા ચોવીસ કલાકમાં લગભગ 6 ટકાના ઘટાડા સાથે લગભગ 29,500 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.99 ટકા (2,710 પોઇન્ટ) તૂટીને 38,731 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 41,441 ખૂલીને 41,675 સુધીની ઉપલી અને 38,857 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
41,441 પોઇન્ટ 41,675 પોઇન્ટ 38,857 પોઇન્ટ 38,731 પોઇન્ટ

ડેટાનો સમયઃ 7-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)