બાયજૂસના સ્થાપકે કર્મચારીઓને પગાર ચૂકવવા ઘર ગિરવી મૂક્યું

નવી દિલ્હીઃ રોકડના સંકટથી ઝઝૂમી રહેલી  એડટેક સ્ટાર્ટઅપ બાયજૂસના સ્થાપક રવીન્દ્રએ ઘર ગિરવી રાખીને કર્મચારીઓને સેલરી આપવાના પ્રયાસ શરૂ કર્યા છે. કંપનીના સથાપક બાયજૂસ રવીન્દ્રને બેંગલુરુમાં ફેમિલી હોમ ગિરવી રાખી દીધું છે. એ સાથે તેમણે બાધકામ હેઠળનું ઘર પણ ગિરવી રાખી દીધું છે અને 1.2 કરોડ ડોલર એકત્ર કર્યા છે, જેથી કર્મચારીઓને સેલરી આપી શકાય. એડટેક સેક્ટરની કંપની નાણાકીય સંકટથી ઝઝૂમી રહી છે.

કંપની પર આશરે 800 મિલિયન ડોલરની લોન છે, જ્યારે કંપનીના સ્થાપક પર 400 મિલિયન ડોલરની લોન છે. હાલમાં કંપની 1.5 અબજ ડોલરની ટર્મ લોન ચૂકવવામાં નિષ્ફળ રહી હતી.  જે પછી કંપનીએ કાયદાકીય લડાઈનો સામનો કરવો પડ્યો હતો.

કંપનીએ હાલમાં અમેરિકાની કિડઝ ડિજિટલ રીડિંગ પ્લેટફોર્મને 400 મિલિયન ડોલરને વેચી દીધી હતી. એ પછી પણ કપનીની નાણાકીય સમસ્યાઓ ઓછી નથી થઈ રહી.જેથી કંપનીન સ્થાપક રવીન્દ્રને પરિવારના માલિકીની સંપત્તિને ગિરવી રાખવાને કર્મચારીઓને પગાર આપવાનો નિર્ણય લીધો હતો, એમ આ મામલાથી જોડાયેલા કર્મચારીઓએ માહિતી આપી હતી.

કંપનીએ ઘર ગિરવી મૂકીને ઊભા કરેલા 12 મિલિયન ડોલરમાંથી કંપનીના 15,000 કર્મચારીઓને સેલરી આપવાના પ્રયાસ કર્યા છે. કર્મચારીઓને સેલરી આપવામાટે સંપત્તિને ગિરવી રાખવાનું પગલું ભરવામાં આવ્યું છે. કંપનીએ EDની દરોડાની કાર્યવાહી થઈ હતી, જેમાં એડ લર્ન પ્રાઇવેટ લિ. પર FDI હેઠળ 28,000 કરોડ મેળવવાના આરોપ લાગ્યા હતા.તપાસમાં માલૂમ પડ્યું હતું કે તેમણે વિદેશી મૂડીરોકાણને નામે આશરે 9000 કરોડ વિદેશમાં મોકલ્યા હતા. જેથી એજન્સીને કંઇક ખોટું થયાનું  લાગી રહ્યું છે.