કેન્દ્રએ સુરક્ષિત ઓનલાઇન લેણદેણ માટે એડવાઇઝરી જારી કરી

 નવી દિલ્હીઃ મોબાઇલ ફોનના માધ્યમથી ઓનલાઇન લેવડદેવડમાં ઝડપથી થતા વધારાની સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે (DoT) સુરક્ષિત અને ઉત્કૃષ્ટ પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે એક સલાહ જારી કરી છે. સતત વધતા ઓનલાઇન લેવડદેવડની સાથે છેતરપિંડીની જાળમાં સપડાતા વપરાશકર્તાઓ માટે ચિંતાનું એક કારણ બની ગયું છે.

મોબાઈલમાં નાણાકીય વ્યવહારમાં ક્લિક કરતી વખતે વિચારો, કેમ કે બેન્ક ક્યારે KYC અપડેટ કરતી વખતે લિન્ક મોકલતી નથી. વળી, ક્યારેય વ્યક્તિગત વિશ્વસનીય ડેટા જેવા કે OTP કે CVV કે પછી PIN બેન્ક અધિકારીઓ સહિત કોઈ પણ સાથે શેર ના કરો, એમ એડવાઇઝરી કહે છે.

વળી મોબાઇલ યુઝર્સે ક્યારેય રિમોટ એક્સેસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ, એમ એડવાઇઝરીએ વિનંતી કરતાં કહ્યું હતું. આ ઉપરાંત એડવાન્સ અથવા નાણાંની કોઈ પણ સ્વરૂપે ચુકવણી મોબાઇલથી લેણદેણ કરતી વખતે વધારાની તકેદારી રાખતાં જેતે વ્યક્તિ અને કંપનીની ઓળખો, એમ એડવાઇઝરી કહે છે.

સંભવિત ઓનલાઇન છેતરપિંડી માટે લોકોએ વ્યક્તિગત માહિતી, જેવી કે સંપર્કના નંબર્સ કે સંવેદનશીલ  બેન્કિંગ વિગતો કોઈને પણ આપવાથી દૂર રહો. વળી, મોબાઇલથી અને સોશિયલ મિડિયા પર સંવેદનશીલ માહિતી કે પાસવર્ડ સ્ટોર ના કરો. આ ઉપરાંત પોર્ન, જુગાર જેવી સંદિગ્ધ વેબસાઇટો પર ના જાઓ, જે તમારા ફોનને નબળો બનાવે છે અને એનાથી જબરજસ્તી વસૂલી, કે નાણાકીય નુકસાન થઈ શકે છે, એમ કેન્દ્રએ એડવાઇઝરીમાં જણાવ્યું હતું.