મુંબઈઃ દેશની અગ્રણી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓ પૈકી એક ટાટા પાવરે નાણાકીય વર્ષ 2023-24 માટે શેરધારકોની 105મી વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આજે આયોજન કર્યું હતું. કંપનીના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને શેરધારકો માટે વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે કંપનીની મજબૂત નાણાકીય અને ઓપરેશનલ કામગીરી તેની સતત વૃદ્ધિ, નાણાકીય સમજ અને પ્રોજેક્ટ અમલીકરણમાં નિપુણતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો આપે છે.
કંપની નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 20,000 કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. જે નાણાકીય વર્ષ 2023-24માં રોકાણ કરેલા રૂ. 12,000 કરોડ કરતાં વધુ છે. આ મૂડીરોકાણનો મોટો હિસ્સો કંપનીના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને વેગ તેમજ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ વચ્ચે સંતુલન જાળવવામાં ખર્ચ થશે. સરકાર અન્ય રાજ્યોમાં નવા ડિસ્ટ્રિબ્યૂશન વિસ્તરણ તકો ઉપરાંત જરૂરી પરવાનગીઓ આપી દે તો કંપની સ્મોલ મોડ્યુલર ન્યુક્લિઅર રિએક્ટર્સમાં ભાગીદારીની તકો શોધશે. સરકારી નીતિઓને સંરેખિત તકોમાં વધારો કરવામાં આવશે.
કંપની ખાસ કરીને ઔદ્યોગિક અને વાણિજ્ય ગ્રાહકોને રિન્યુએબલ એનર્જી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં ભારતની ગ્રીન એનર્જીનું નેતૃત્વ કરવાની સારી સ્થિતિમાં છે. કંપની રૂફટોપ સોલારમાં આક્રમક વૃદ્ધિ સાથે PM સૂર્યા ઘર યોજનાને આધારે માર્કેટ વિસ્તરિત કરવાનો લક્ષ્યાંક છે.
કંપની ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસના વિસ્તરણ મારફત 50 મિલિયન ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે. કંપની પાસે હાલ 12.5 મિલિયન ગ્રાહકો છે. કંપનીની કોન્સોલિડેટેડ આવક 10 ટકા વધી રૂ. 61542 કરોડ, ચોખ્ખો નફો 12 ટકા વધી રૂ. 4280 કરોડ. કંપની બેલેન્સશીટને મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે, તેમ જ તેની ગ્રોથ યોજનાઓને ફંડ પૂરું પાડ્યા પછી પણ કંપનીએ ઇક્વિટી <1 પર ચોખ્ખું દેવું જાળવી રાખ્યું છે.
કંપની નવા અને કાર્યરત પ્રોજેક્ટ્સ મારફત પાંચ વર્ષમાં 15 ગીગાવોટ ક્લિન એનર્જી પોર્ટફોલિયો હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે અને કંપનીનો હાલ નવ ગિગાવોટનો પોર્ટફોલિયો છે. કંપનીનો તામિલનાડુમાં 4.3 ગીગાવોટનો સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે. કંપની 530થી વધુ શહેરો 5500 પબ્લિક અને કેપ્ટિવ ચાર્જર્સ સ્થાપિત કરવાની સાથે 86,000થી વધુ ઘરોમાં હોમ ચાર્જર્સ સાથે અગ્રણી સ્થાન ધરાવે છે.
PM સૂર્યા ઘર યોજના અંતર્ગત ઘર-ઘર સોલાર મારફત ઘરોને સોલરાઇઝ કરવા સજ્જ. રૂ. 2800 કરોડની ઓર્ડર બુક સાથે કંપનીએ બે ગિગાવોટથી વધુ રૂફટોપ પ્રોજેક્ટ્સના અમલમાં મૂક્યા. તેના પર્ફોર્મન્સના આધારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. એકની ફેસવેલ્યુ ધરાવતા શેર્સ માટે શેરદીઠ રૂ. બે ડિવિડન્ડ ફાળવવાની ભલામણ કરી છે.