મુંબઈઃ ઓટોમોબાઈલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ટાટા મોટર્સે ગયા જાન્યુઆરી-માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષના ચોથા અને આખરી ક્વાર્ટરમાં રૂ. 7,605 કરોડની એકીકૃત ચોખ્ખી ખોટ નોંધાવીને આશ્ચર્ય સર્જ્યું છે, કારણ કે એણે ડિસેમ્બરમાં પૂરા થયેલા તે પહેલાના ક્વાર્ટરમાં રૂ. 2,941 કરોડનો નફો મેળવ્યો હતો.
કંપનીની આ ખોટનું મુખ્ય કારણ છે લક્ઝરી કાર ઉત્પાદક પેટા-કંપની જગુઆર લેન્ડ રોવર (JLR) સંબંધિત વ્યાપક રાઈટ-ઓફ્ફ. એને કારણે જ કંપનીની ખોટ વધારે રહી. આ રીતે, ગયા વર્ષે પણ JLRની સંપત્તિને રાઈટ-ઓફ્ફ કરવાથી કંપનીને રૂ. 9,894 કરોડની ખોટ ગઈ હતી. જગુઆરનું રાઈટ-ઓફ્ફ એટલા માટે થયું હતું કે તેણે એના એક મોડેલની કારને રદ કરી દીધી હતી. કંપનીને કોરોનાવાઈરસ સંક્રમણ તથા લોકડાઉનને કારણે ઘણી મહત્ત્વની બજારોમાં ખોટ ગઈ છે.