માઇક્રોસોફ્ટે હૈદરાબાદની યુવતીને બે-કરોડનું વાર્ષિક પેકેજ આપ્યું

હૈદરાબાદઃ હૈદરાબાદની નારકુતી દીપ્થિએ રૂ. બે કરોડના વાર્ષિક સેલરી સાથે માઇક્રોસોફ્ટમાં નોકરી મેળવી છે. હૈદરાબાદની મૂળ નિવાસી દીપ્થિને હાલમાં જ મલ્ટિનેશનલ ટેક દિગ્ગજ  માઇક્રોસોફ્ટમાં એક સોફ્ટવેર એન્જિનિયરના રૂપમાં નોકરી માટે પસંદ કરવામાં આવી છે. તે અમેરિકાના સિયેટલમાં કંપનીની હેડ ઓફિસમાં જોઇન કરશે.

દીપ્થિને યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા કેમ્પસ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુ દરમ્યાન 300 વિદ્યાર્થીઓમાં એકમાત્ર દીપ્થિ છે, જેને સૌથી વધુ વાર્ષિક સેલરી પેકેજ મળ્યું છે. દીપ્થિએ આ મહિને યુનિવર્સિટી ઓફ ફ્લેરિડાથી MS (કોમ્પ્યુટર)માં પોસ્ટ ગ્રેજ્યુએશનનું શિક્ષણ પૂરું કર્યું છે. બીજી મેએ કોર્સ પૂરો કરતાં પહેલાં તેને અમેરિકામાં AAA- રેટેડ કંપનીઓમાંથી કેટલીય ઓફરો મળી હતી. વિવિધ કંપનીઓના કોમ્પ્સ ઇન્ટરવ્યુ દરમ્યાન દીપ્થિને માઇક્રોસોફ્ટ સિવાય ગોલ્ડમેન સાક્સથી પણ નોકરીની ઓફર મળી હતી.

દીપ્થિને માઇક્રોસોફ્ટમાં એક સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર (SDE) ગ્રેડ-2 કેટેગરીના રૂપમાં પસંદ કરવામાં આવી છે. દીપ્થિએ 18 મેએ સિએટલમાં નોકરી શરૂ કરી દીધી છે. આ પહેલી વાર એવું નથી, જ્યારે દીપ્થિ કોઈ મોટી કંપનીમાં કામ કરી રહી છે. હૈદરાબાદની ઉસ્માનિયા કોલેજ ઓફ એન્જિનિયરિંગથી બીટેક પૂરું કર્યા પછી દીપ્થિ એક સોફ્ટવેર એન્જિનિયરના રૂપે જેપી મોર્ગનમાં સામેલ થઈ હતી. ત્રણ વર્ષ સુધી ત્યાં કામ કર્યા પછી તેણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું  અને નોકરી છોડી હતી. તેણે સ્કોલરશિપ લીધી હતી અને MS પ્રોગ્રામ કરવા માટે અમેરિકા જતી રહી હતી.