નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ઓટો ઉત્પાદક કંપની ટાટા મોટર્સે જાણ કરી છે કે કંપનીએ તેની સંપૂર્ણ સબસિડિયરી કંપનીની રચના કરી છે, જેનું નામ ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિ (TPEML). છે.એ કંપની ઇલેક્ટ્રિક મોટર વેહિકલ બનાવશે. કંપની બાબતોના મંત્રાલયે 21 ડિસેમ્બરે આ કંપની માટે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોશન જારી કરી દીધું છે.
કંપનીની આ સબસિડિયરી કંપની બધા પ્રકારનાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનોથી સંબંધિત ડિઝાઇનિંગ, ડેવલપમેન્ટ અને અન્ય સર્વિસિસથી સંકળાયેલાં કામ કરશે.ટાટા મોટર્સ TPEMLની પ્રમોટર હશે અને એમાં કંપનીની 100 ટકા હિસ્સો રહેશે. આ સબસિડિયરી કંપનીની રચના રૂ. 700 કરોડની પ્રારંભિક મૂડીથી કરવામાં આવી છે.
આ વર્ષે ટાટા મોટર્સે ઓક્ટોબરમાં ઇલેક્ટ્રિક મોટરના વ્યવસાયમાં આગામી પાંચ વર્ષોમાં બે અબજ ડોલરના મૂડીરોકાણની યોજનાની જાહેરાત કરી હતી. કંપનીએ એની પ્રાઇવેટ કંપની TPGથી પોતાના ઇલેક્ટ્રિક વ્યવસાય માટે ફંડ એકત્ર કર્યું છે. TPGના રાઇટ રાઇસ ક્લાયમેટ ફંડ એકઠું કર્યું છે અને અબુ ધાબી સ્ટેટ હોલ્ડિંગ કંપની ટાટા મોટર્સના EV વ્યવસાયમાં આશરે એક અબજ ડોલરના મૂડીરોકાણ માટે સહમતી આપી છે. મુંબઈ શેરબજારમાં ટાટા મોટર્સનો ભાવ રૂ. 2.80 વધીને રૂ. 473.30ના ભાવે ટ્રેડ કરી રહ્યો હતો.
