ટાટાને એર ઇન્ડિયાના ધિરાણકર્તા પાસેથી લોનની અપેક્ષા

નવી દિલ્હીઃ ટાટા સન્સ દ્વારા પ્રમોટ કરાયેલી કંપની ટેલેસ પ્રા. લિ.એ હસ્તગત કરેલી એર ઇન્ડિયાને   પ્રાથમિક રીતે સુચારુ રૂપે એક વર્ષ ચલાવવા માટે કામગીરીનો ખર્ચ માટે રૂ. 23,000 કરોડની લોનની જરૂર છે, જે માટે કંપનીએ હાલના ધિરાણકર્તાઓ પાસે પ્રસ્તાવ મૂક્યો છે. કંપનીએ આ અનસિક્યોર્ડ લોનનો પ્રસ્તાવ 4-5 ટકાએ વાર્ષિક વ્યાજ આપવા સાથે મૂક્યો છે, આ લોનનો હેતુ કંપનીને દૈનિક હેતુસર કામકાજ માટેની જરૂર છે, એમ આ બાબતથી સંકળાયેલા લોકોએ કહ્યું હતું.

એર ઇન્ડિયાના ક્રેડિટ ગ્રોથની ગેરહાજરીમાં કંપનીને સુનિયોજિત રીતે ચલાવવા માટે હાલના બધા ધિરાણકર્તાઓ ટાટાને લોન આપવા તૈયાર છે, પણ એનું મૂલ્ય નિર્ધારણ એ મોટી સમસ્યા છે, જેને દૂર કરવાની જરૂર છે, એમ ધિરાણકર્તાએ કહ્યું હતું.

એર ઇન્ડિયાની નવી લોન કંપની દ્વારા અગાઉ લેવાયેલી 9-10 ટકાની લોનને ફેરવશે. જોકે ટાટા સન્સે મોકલેલા સવાલોના જવાબ હજી સુધી જવાબ નથી આપ્યો.

સરકાર દ્વારા એર ઇન્ડિયાના ખાનગીકરણ માટે કરેલા બિડમાં ટાટાએ બિડ જીત્યું હતું. ટાટાએ કરેલા હસ્તાંતરણ આ મહિનના અંતે અસર પડશે.

બેન્કોએ અનરેટેડ, અનસિક્યોર્ડ લોન્સ નવા ઓછા વ્યાજે આપવા માટે એક વિશેષ ઠરાવ પસાર કરવો પડશે. મોટા ભાગની બેન્કોની અનરેટેડ અને અનસિક્યોર્ડ લોનો માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેન્ડિંગ રેટ્સ (MCLR)ની નીતિ છે. મોટા ભાગનો MCLR સાત ટકાની આસપાસ છે.

ટેલેસને જે રૂ. 23,000 કરોડની જરૂર છે, એમાં કંપની એર ઇન્ડિયાને હસ્તાંતરણ માટે રૂ. 18,000 કરોડ માટે વાપરશે અને બાકીના કંપનીની ઓપરેશન્સ ખર્ચ માટે વાપરશે.