નવી દિલ્હીઃ ઉડવાવાળી કારથી લઈને માણસની સુરક્ષા કરનારા રોબોટ બાદ હવે વૈજ્ઞાનિકોએ એક એવું ડિવાઈઝ તૈયાર કરી લીધું છે કે જે તમને ગરમીમાં પણ ઠંડક આપવાનું કામ કરશે. ડિઝાઈનર્સ આ ડિવાઇસને મિની એસી ગણાવી રહ્યાં છે ગરમીમાં પણ શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં મદદ કરશે. આ તસવીરને ધ્યાનથી જૂઓ, ટચૂકડું એસી ભારે ગરમીમાં અનોખી રાહત પહોંચાડશે
આ મીની એરકન્ડિશનર લિથિયમ બેટરી પર કામ કરે છે. સ્માર્ટફોનની જેવા દેખાતા આ ડિવાઈઝની સાથે એક ટી-શર્ટ પણ લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગળાની પાછળ એક પોકેટ આપવામાં આવ્યું છે. પોકેટમાં આ ડિવાઈઝને રાખ્યા બાદ આપ આરામથી બહાર જઈ શકો છો.
આ ડિવાઈઝને બ્લૂટૂથ દ્વારા સ્માર્ટફોનથી કનેક્ટ કરવામાં આવે છે. ફોનમાં એક એપ્લીકેશન દ્વારા તમે આને ઓપરેટ કરી શકો છો. પુરુષો માટે ખાસકરીને ડિઝાઈન કરવામાં આવેલા આ એસીની કીંમત આશરે 8,992 રુપિયા છે અને આમાં આપને લગભગ તમામ સાઈઝ સરળતાથી મળી જશે.
એસીની બેટરી બે કલાકમાં ચાર્જ થઈ જાય છે અને આશરે 3 કલાકનું પાવર બેકઅપ આપે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ટેક્નોલોજીને કારમાં પહેલાથી જ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાંથી જ કંપનીને આ હરતા-ફરતા એસીને બનાવવાનો આઈડિયા આવ્યો હતો.
સામાન્ય રીતે લોકો ઘરમાં એસી લગાવતાં એટલા માટે ડરે છે, કારણ કે તેમને લાગે છે કે આનાથી વીજળીનું બિલ ખૂબ વધારે આવશે. પરંતુ આ ડિવાઈઝને ચાર્જ કરવામાં આપને બહુ વધારે ખર્ચ નહી કરવો પડે અને એસીની મઝા પણ લઈ શકશો. આપને જણાવી દઈએ કે આ ટી-શર્ટ અત્યારે માત્ર જાપાનમાં જ ઉપ્લબ્ધ છે.