નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પોતાના એટીએમમાંથી રોકડ રકમ કાઢવા માટેની મર્યાદામાં ઘટાડો કર્યો છે. હવેથી એસબીઆઈના ઈન કાર્ડ નેટવર્ક યુઝર્સ એક દિવસમાં માત્ર 20 હજાર રુપિયા જ એટીએમમાંથી કાઢી શકશે. સ્ટેટ બેંક સિવાય પંજાબ નેશનલ બેંકના ક્લાસિક કાર્ડની ડેઈલી વિડ્રોલ લિમિટ પણ 25000 રુપિયા છે. પીએનબીના પ્લેટિનમ કાર્ડની ડેઈલી વિડ્રોલ લિમિટ 50,000 રુપિયા છે. એકવારમાં 15,000 રુપિયા કાઢી શકાય છે. તો 1,25,000 રુપિયાની શોપિંગ કરી શકો છો.
આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકના ખાતાધારકો એક દિવસમાં 50 હજાર રુપિયા પોતાના એટીએમમાંથી કાઢી શકે છે. આ સેવિંગ અકાઉન્ટ માટે છે. તો એચએનઆઈ માટે એટીએમમાંથી પૈસા કાઢવાની લિમિટ 1 લાખ રુપિયા છે. એક્સિસ બેંકની વાત કરીએ તો બેંકના બરગંડી ડેબિટ કાર્ડમાંથી એક દિવસમાં 3 લાખ રુપિયા કાઢી શકાય છે તો 6 લાખ રુપિયા સુધીની શોપિંગ કરી શકાય છે. વેલ્થ ડેબિટ કાર્ડમાંથી એક દિવસમાં 2 લાખ રુપિયા કાઢી શકાય છે અને 5 લાખ રુપિયા સુધીની શોપિંગ કરી શકાય છે.
એક્સિસ બેંકના પ્રાયોરિટી ડેબિટ કાર્ડથી એક દિવસમાં 1 લાખ રુપિયા કાઢી શકાય છે તો 4 લાખ રુપિયા સુધીની શોપિંગ કરી શકાય છે. ઓનલાઈન રિવાર્ડ ડેબિટ કાર્ડથી એક દિવસમાં 50 હજાર રુપિયા કાઢી શકાય છે તો 4 રુપિયાની શોપિંગ કરી શકાય છે. ટાઈટેનિયમ રિવાર્ડ ડેબિટ કાર્ડથી એક દિવસમાં 50 હજાર રુપિયા કાઢી શકાય છે અને 4 લાખ રુપિયા સુધીની શોપિંગ કરી શકાય છે. રિવાર્ડ પ્લસ ડેબિટ કાર્ડથી એક દિવસમાં 50 હજાર રુપિયા કાઢી શકાય છે તો 4 લાખ રુપિયાની શોપિંગ કરી શકાય છે.
એચડીએફસી બેંકના ઈઝી શોપ ઈંપિરિયા પ્લેટિનમ કાર્ડથી એક દિવસમાં 1 લાખ રુપિયા કાઢી શકાય છે. તો 2.75 લાખ રુપિયા સુધીની શોપિંગ કરી શકાય છે. આ સિવાય ઈઝી શોપ પ્લેટિનમ ડેબિટ કાર્ડથી પણ એક લાખ રુપિયા કાઢી શકાય છે.