નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્રણ વર્ષ સુધીની મુદતની ફિક્સ્ડ ડિપોઝિટો પરના વ્યાજદરમાં 20 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ નવા SBI ફિકસ્ડ ડિપોઝિટો (FD)ના વ્યાજદરો 12 મેથી અમલમાં આવશે. જોકે બેન્કે ત્રણથી 10 વર્ષ સુધીની ટર્મ ડિપોઝિટોના વ્યાજદર યથાવત્ રાખ્યા છે. SBIએ ત્રણ વર્ષ સુધીની મુદતની રિટેલ ટર્મ ડિપોઝિટો પરના વ્યાજદરમાં 20 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે, કેમ કે સિસ્ટમમાં અને બેન્કમાં વધારાની લિક્વિડિટી (તરલતા) જળવાઈ રહે. પ્રસ્તાવિત નવા વ્યાજના દર નવી ફિક્સ્ડ ડિપોઝિટો અને પાકતી ડિપોઝિટો પર લાગુ પડશે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના તાજી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદર સામાન્ય લોકો પર 12 મેથી અમલમાં આવશે.
બેન્કે જે વ્યાજદર ઓફર કર્યા છે, એ નીચે મુજબ છે.
મુદત | વ્યાજદર |
7 days to 45 days | 3.3% |
46 days to 179 days | 4.3% |
180 days to 210 days | 4.8% |
211 days to less than 1 year | 4.8% |
1 year to less than 2 years | 5.5% |
2 years to less than 3 years | 5.5% |
3 years to less than 5 years | 5.7% |
5 years and up to 10 years | 5.7% |
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના તાજી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદર સિનિયર સિટિઝન પર 12 મેથી અમલમાં આવશે.
સ્ટેટ બેન્કે સિનિયર સિટિઝનો માટે બધી મુદતની ડિપોઝિટો પર વધારાનું 50 બેઝિસ પોઇન્ટ વ્યાજદર ઓફર કરી છે. સ્ટેટ બેન્કે સિનિયર સિટિઝન માટે જે વ્યાજદર ઓફર કર્યા છે એ નીચે મુજબ છે.
મુદ્ત | વ્યાજદર |
7 days to 45 days | 3.8% |
46 days to 179 days | 4.8% |
180 days to 210 days | 5.3% |
211 days to less than 1 year | 5.3% |
1 year to less than 2 years | 6% |
2 years to less than 3 years | 6% |
3 years to less than 5 years | 6.2% |
5 years and up to 10 years | 6.5% |
સ્ટેટ બેન્કે સિનિયર સિટિઝન માટે ઊંચા વ્યાદરવાળી સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ‘SBI Wecare Deposit’ પણ રજૂ કરી છે. આ યોજના હેઠળ બેન્ક સિનિયર સિટિઝનોને પાંચ વર્ષ અને એની ઉપરની મુદત માટે વધારાના 30 બેઝિસ પોઇન્ટનો વ્યાજદર ઓફર કરે છે.
બેન્કે 28 માર્ચ, 2020એ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદરમાં 20-50 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. આ પહેલાં 10 માર્ચે જ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટો પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો.