આઇસી15 ઇન્ડેક્સમાં સાત ટકાનો કડાકો

મુંબઈઃ ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારવા બાબતે આપેલા અણસારના સંજોગોમાં રોકાણકારોએ ઈક્વિટી અને ક્રીપ્ટો જેવી જોખમી એસેટ્સમાં રોકાણ કરવાનું ટાળ્યું હોવાથી બુધવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં કડાકો બોલાયો હતો. બિટકોઇન બે મહિના કરતાં વધુ સમય બાદ 19,000 ડોલરની નીચે પહોંચી ગયો હતો.

અમેરિકામાં સર્વિસ સેક્ટરમાં કામગીરી સુધરી હોવાથી હવે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ રાખે એવી શક્યતા વધી ગઈ હોવાથી છેલ્લાં ત્રણ સપ્તાહથી ઈક્વિટીમાં થઈ રહેલો ઘટાડો આગળ વધ્યો હતો. બોન્ડની ઊપજમાં વધારો થયો છે અને 10 વર્ષની મુદતના ટ્રેઝરી બિલ્સની ઊપજ ગત જૂન બાદના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.95 ટકા (2,099 પોઇન્ટ)ના ઘટાડા સાથે 28,080 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,180 ખૂલીને 30,340ની ઉપલી અને 27,687 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ 
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
30,180 પોઇન્ટ 30,340 પોઇન્ટ 27,687 પોઇન્ટ 28,080 પોઇન્ટ

ડેટાનો સમયઃ 7-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)