બીએસઈ-એસએમઈ પરનો પબ્લિક ઈશ્યુ ૮૭-ગણો છલકાયોઃ વિક્રમ

મુંબઈ તા.7 સપ્ટેમ્બર, 2022: વર્ચ્યુઓસો ઓપ્ટો ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડનો 2 સપ્ટેમ્બર, 2022ના રોજ ખૂલેલો આઈપીઓ 7 સપ્ટેમ્બર, 2022ના રોજ પાંચ વાગ્યે બંધ થયો ત્યાં સુધીમાં 87 ગણો છલકાઈ ગયો હતો.

કંપની રૂ.10ની મૂળ કિંમતના 54 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.56ના ભાવે ઓફર કર્યા છે એ જોતાં કંપનીના ઈશ્યુને રૂ.2500 કરોડની બિડ્સ પ્રાપ્ત થઈ છે, જે એસએમઈ પ્લેટફોર્મ શરૂ થયા પછીનો આ મોટામાં મોટી રકમની બિડ્સ છે. આ ઈશ્યુ બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ થશે.

2015માં શરૂ કરવામાં આવેલી આ કંપની કંઝ્યુમર ડ્યુરેબલ્સનું ઉત્પાદન કરે છે અને કૂડીબંધ પ્રોડક્ટ્સને એસેમ્બલ કરે છે. કંપનીનો પબ્લિક ઈશ્યુ બીએસઈ એસએમઈ પર 15 સપ્ટેમ્બરે લિસ્ટ થવાની સંભાવના છે.