સરકારે મોંઘવારીને કાબૂમાં લાવી દીધી છેઃ સીતારામન

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે દેશનો આર્થિક વિકાસ થાય એ મુદ્દો આજે પણ સરકારની પ્રાથમિકતા છે. મોંઘવારી (ફૂગાવો) કાબૂમાં રાખી શકાય એ સ્તર સુધી નીચે આવી ગઈ છે.

સીતારામને ઈન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનના ઉદઘાટન પ્રસંગે કહ્યું કે, રોજગાર નિર્માણ અને સંપત્તિની સમાન વહેંચણી સરકાર દ્વારા ફોકસ કરાયેલા અન્ય ક્ષેત્રો છે. છેલ્લા અમુક મહિનાઓમાં અમે મોંઘવારીને એવા સ્તર સુધી નીચે લાવવામાં સફળ થયાં છીએ જ્યાં એને કાબૂમાં રાખી શકાય. સત્તાવાર આંકડા અનુસાર, રીટેલ ફૂગાવાનો દર ગયા જુલાઈમાં 6.71 ટકા હતો, જે એપ્રિલ-જૂનમાં 7.01 ટકા હતો.