નવી દિલ્હીઃ રુપિયો ડોલરની સરખામણીએ આજે 70.32ના રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચી ગયો છે. ગત મંગળવારના રોજ રુપિયો પહેલીવાર 70ના નીચલા સ્તર પર આવી ગયો હતો. આ પહેલાં સોમવારના રોજ રુપિયાએ 69.93નો આંકડો સ્પર્શી લીધો હતો.
કરન્સી ટ્રેડર્સ અનુસાર આયાતકારો દ્વારા અમેરિકી મુદ્રાની જબરદસ્ત માંગ અને વિદેશી મૂડીની નિકાસથી ઘરેલૂ મુદ્રામાં નબળાઈ જોવા મળી. તો આ સીવાય મંગળવારે જાહેર થયેલા આંકડાઓ અનુસાર વ્યાપારની ખોટમાં વધારો થવાથી પણ રુપિયા પર તેનો નકારાત્મક પ્રભાવ પડ્યો છે. વાણિજ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશના વ્યાપારની ખોટ પાંચ વર્ષના ઉચ્ચ સ્તર એટલેકે 18 અરબ ડોલર પર પહોંચી ગયો છે.
આપને જણાવી દઈએ કે તુર્કીની કરન્સી લીરાની વેલ્યૂમાં ભારે ઘટાડો આવ્યા બાદ ઈમર્જિંગ દેશોની મુદ્રામાં પણ કમજોરી જોવા મળી છે જેની અસર રુપિયા પર પણ જોવા મળી.