નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે બેંકોને સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોના ફસાયેલા દેણાનું વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગ કરવાની છૂટ આપતા કેટલાક નિયમ જાહેર કર્યા છે. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે રિઝર્વ બેંકે એમએસએમઈના ફસાયેલા દેણાનું વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગ કરવાની મંજૂરી આપી છે. આરબીઆઈ અનુસાર એમએસએમઈના એવા દેણાં કે જેમના હપ્તાની ચૂકવણી રોકાઈ ગઈ છે પરંતુ તે જાન્યુઆરી 2019ની સ્ટાન્ડર્ડ કેટેગરીમાં છે તેમનું વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગ કરવામાં આવશે.
ધ્યાન રાખવામાં આવે કે મુદ્દાઓ પર સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે તેમાં એમએસએમઈ માટે રીસ્ટ્રક્ચરિંગ પેકેજ પણ એક છે. નોટબંધી અને જીએસટી લાગૂ થવાથી નાણાકિય સંકટનો સામનો કરી રહેલા સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને આરબીઆઈના તાજેતરનો નિર્ણય મદદગાર સાબિત થશે. કારણ કે એમએસએમઈ સેક્ટર દેશની કુલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં પોતાની 50 ટકા ભાગીદારી નિભાવે છે. આવામાં સરકારે આ સેક્ટરની મદદ માટે ઘણા પગલા ભર્યા છે.
નિવેદનમાં કહેવાયું છે કે કોઈ દેવાદાર એકમ માટે આ છૂટના પાત્ર હોવા માટે જરુરી છે કે તેના પર 1 જાન્યુઆરી 2019ના રોજ બેંકો અને ગેર-બેંકિંગ નાણાકિય કંપનીઓ અને નોન ફંડ બેઝ્ડ ફેસેલિટી સહિત કુલ ઉધાર 25 કરોડ રુપિયાથી વધારે ન હોય. આ યોજના અંતર્ગત લોનનું રીસ્ટ્રક્ચરિંગ 31 માર્ચ 2020 સુધી લાગૂ કરવામાં આવી શકે છે.