ગુજરાતની ‘સોસ્યો’ કંપની હવે થઈ રિલાયન્સની માલિકીની

મુંબઈઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યૂમર પ્રોડક્ટ લિમિટેડે ગુજરાતના સુરતસ્થિત સોસ્યો હજૂરી બેવરેજ પ્રા.લિ. કંપનીનો 50 ટકા હિસ્સો ખરીદી લીધો છે. સોસ્યોનું મુખ્યાલય ગુજરાતમાં છે. બંને કંપની વચ્ચે આ સંબંધમાં કરાર થયો છે. એને પગલે પીણા ઉત્પાદન વ્યાપારની 100 વર્ષ જૂની સોસ્યો બ્રાન્ડ હવે રિલાયન્સ કન્ઝ્યૂમર પ્રોડક્ટની માલિકીની થઈ ગઈ છે. આ કરાર માતૃત્વના સમયમાં રહેતાં ઈશા અંબાણીનો પરફોર્મન્સ દર્શાવે છે.

સોસ્યો ગુજરાતમાં સોફ્ટ ડ્રિન્ક માર્કેટમાં અગ્રગણ કંપનીઓમાંની એક છે. 1923માં અબ્બાસ અબ્દુલરહીમ હજૂરે એની સ્થાપના કરી હતી. તે કાર્બોનેટેડ ઠંડાં પીણાં અને જ્યૂસ બનાવે છે. આ કંપનીનો ગ્રાહકવર્ગ ખાસ્સો એવો બહોળો છે. એના પોર્ટફોલિયોમાં બ્રેડ્સ સોસ્યો, કશ્મીરા, લેમી, જિનલિમ, રનર, ઓપનર, હજૂરી સોડા વગેરેનો સમાવેશ થાય છે. કંપનીનું નેતૃત્ત્વ અબ્બાસ હજૂરી અને એમનો પુત્ર અલિયાસગર હજૂરી સંભાળે છે. કરાર કરવાથી હવે આ બ્રાન્ડને રિલાયન્સના નેટવર્કનો લાભ મળશે. રિલાયન્સ રિટેલનાં કાર્યકારી અધ્યક્ષા ઈશા અંબાણીનું કહેવું છે કે સોસ્યોના ઈન્વેસ્ટમેન્ટથી સ્થાનિક બજારમાં વેગ મળશે.

રિલાયન્સ રિટેલે આ પહેલાં દિલ્હીસ્થિત પ્યોર ડ્રિન્ક્સ ગ્રુપ સાથે પણ કરાર કર્યો હતો અને એના કપ્પા બ્રેન્ડને ખરીદી લીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]