નોકરીઓમાં કાપ માટે જાન્યુઆરી સૌથી ખરાબ મહિનો હોઈ શકે

ન્યુ યોર્કઃ નોકરીઓમાં છટણીઓ માટે નવા વર્ષનો પહેલો મહિનો ખતરનાક સાબિત થઈ શકે છે. ડિસેમ્બરમાં થયેલી છટણીઓ પછી આ સિલસિલો જાન્યુઆરીમાં પણ જારી છે. વર્ષ 2022ના છેલ્લા મહિનાઓમાં ફેસબુક, એમેઝોન, સ્નેપચેટ, ઇન્ટેલ અને નેટફ્લિક્સ જેવી મોટી કંપનીઓએ છટણીઓનું એલાન કર્યું હતું. જોકે નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને એમેઝોન જેવી કંપનીઓ છટણીનો પ્રારંભ કરવાની છે. એમેઝોન સિવાય અન્ય ટેક્નોલોજી કંપનીઓ પણ જાન્યુઆરીમાં હજ્જારો કર્મચારીઓને જોબમાંથી કાઢી મૂકવા વિશે વિચારી રહ્યા છે. એટલે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે છટણી અને રજા માટે જાન્યુઆરી સૌથી ખરાબ મહિનો સાબિત થઈ શકે.

અમેરિકામાં લેબર સ્ટેસ્ટિક્સ બ્યુરોના આંકડા મુજબ છટણી અને રજા માટે જાન્યુઆરી સૌથી વધુ ખરાબ મહિનો છે.બિઝનેસ લીડર્સ 2023માં ફાઇનાન્સ સેટઅપ કરવા ઇચ્છે છે. સફળતા માટે એક સારી શરત છે કે ટેક કંપનીઓ કે જેણે અત્યાર સુધી કર્મચારીઓને નથી રાખ્યા અને તેઓ એ માટે વિચારવિમર્શ કરી રહી છે કે નવા કર્મચારીની ભરતી કરવી કે નહીં. આ મામલમાં કેટલાંક સપ્તાહમાં વધુ છટણી થવી એ આશ્ચર્યજનક નહીં હોય, કેમ કે અનેક કંપનીઓ માટે ડિસેમ્બર મહિનો નાણાકીય વર્ષ પૂરો થવાની નિશાની છે, જે જાન્યુઆરીને સારો સહિને ગણે છે, એમ ફોરેસ્ટર રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રિન્સિપલ એનાલિસ્ટ જેપી ગોંડરે જણાવ્યું હતું.

ગોલ્ડમેન સાક્સના CEO ડેવિડ સોલોમનના કર્મચારીઓને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે નવા વર્ષમાં નોકરીઓમાં કાપ મૂકવામાં આવશે અને કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં કરવામાં આવશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]