રિલાયન્સે 10 કરોડ પાઉન્ડમાં બ્રિટનની કંપની હસ્તગત કરી

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ ઘોષણા કરી હતી કે કંપનીના સોલર યુનિટ- રિલાયન્સ ન્યુ એનર્જી સોલર લિ. (RNESL)એ સોડિયમ આયર્ન બેટરી ટેક્નોલોજી પ્રોવાઇડર ફેરાડિયન લિ.ને દેવાં સહિત 10 કરોડ પાઉન્ડમાં ખરીદશે. આ સિવાય કંપની ડેવલપમેન્ટ માટે રૂ. 2.5 કરોડ પાઉન્ડનું મૂડીરોકાણ કરશે.

કંપનીએ સેબીમાં ફાઇલિંગમાં કહ્યું હતું કે સબસિડિયરી કંપનીએ ફેરાડિયન અને તેના શેરહોલ્ડરોની સાથે 100 ટકા ઈક્વિટી શેર હાંસલ કરવા માટે એક સમજૂતી કરી છે.

કંપનીએ નિયામક ફાઇલિંગએ કહ્યું હતું કે ફેરાડિયનના 88.92 ટકા ઇક્વિટી શેરોનું હસ્તાંતરણ 83.97 મિલિયન પાઉન્ડમાં કરશે, જે નિયામક ફાઇલિંગ અનુસાર જાન્યુઆરી, 2022ના પ્રારંભમાં થવાની અપેક્ષા છે. આ સિવાય ફેરાડિયનની બાકીની 11.08 ટકા ઇક્વિટી શેરોને 10.45 મિલિયન પાઉન્ડમાં ત્રણ વર્ષોમાં હસ્તગત કરવામાં આવશે.

ફેરાડિયન અગ્રણી વૈશ્વિક બેટરી ટેક્નોલોજી કંપનીઓમાંની એક છે. રિલાયન્સે કહ્યું હતું કે એની પાસે સ્પર્ધાત્મક રૂપે સારો, વ્યૂહાત્મક, વ્યાપક અને એક્સટેન્સિવ IP પોર્ટફોલિયો છે, જેમાં સોડિયમ-ion ટેક્નિકલ પાસા પણ સામેલ છે.

રિલાયન્સે રિલાયન્સ ન્યુ એનર્જી સોલર લિ.ના માધ્યમથી 10 ઓક્ટોબરથી  અનેક હસ્તાંતરણ અને વ્યૂહાત્મક મૂડીરોકાણ કર્યાં છે. કંપનીનો ઉદ્દેશ રિન્યુએબલ એનર્જીમાં પ્રવેશવાનો છે. જૂનમાં ચેરમેન મુકેશ અંબાણીએ લો-કાર્બન એનર્જીમાં 10 અબજ અમેરિકી ડોલરની યોજનાની ઘોષણા કરી હતી. આવતાં ત્રણ વર્ષોમાં રિલાયન્સ સોલર PV મોડ્યુલ, ઇલેક્ટ્રોલાઇઝર અને ફ્યુઅલ સેલ બનાવવા માટે ચાર ગિગા ફેક્ટરી માટે રૂ. 60,000 કરોડ ખર્ચ કરશે.