નવી દિલ્હીઃ આરબીઆઈ દ્વારા જલદી જ 50 રુપિયાની નવી કરન્સી નોટ જાહેર કરવામાં આવશે. આ નોટ પર આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. કેન્દ્રીય બેંક 50 રુપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં લોન્ચ કરશે. આ નોટોની ડિઝાઈન મહાત્મા ગાંધીની નવી સીરીઝવાળી 50 રુપિયાની નોટ જેવી હશે.
રીઝર્વ બેંકે જણાવ્યું કે નવી નોટો જાહેર થયા બાદ પણ જૂની નોટો બંધ નહીં થાય અને તે જૂની નોટો ચલણમાં ચાલુ જ રહેશે. આરબીઆઈએ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. ભારતીય રીઝર્વ બેંક જલદી જ 50 રુપિયાની નવી નોટ જાહેર કરશે. આના પર કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે.
2017માં આરબીઆઈએ 50 અને 200 રુપિયાની નવી નોટો જાહેર કરી હતી. તેને અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. અત્યારે ઉપયોગ થઈ રહેલી 50ની નોટ મહાત્મા ગાંધીની નવી સીરીઝની છે.
8 નવેમ્બર 2016ના રોજ મહાત્મા ગાંધી સીરીઝની તમામ 500 અને 1000 રુપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના બદલે નવી 500 અને 2000 ની નોટ જાહેર કરવામાં આવી હતી. અને આ નવી નોટો અત્યારે ચલણમાં છે.