ટેક્સ ચોરી રોકવા માટે, આવકવેરા વિભાગે ફોર્મ 16માં કર્યો મોટો બદલાવ

0
1496

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ટીડીએસ પ્રમાણપત્ર એટલે કે ફોર્મ 16 ને સંશોધિત કર્યું છે. આમાં મકાનથી આવક અને અન્ય નિયોક્તાઓથી પ્રાપ્ત પારિતોષિક સહિત વિભિન્ન વાતોને જોડવામાં આવી છે. આ પ્રકારથી આને વધારે વ્યાપક બનાવવામાં આવ્યું છે જેથી ટેક્સ આપવાથી બચવા પર લગામ લગાવી શકાય.

આમાં વિભિન્ન ટેક્સ સેવિંગ યોજનાઓ, ટેક્સ બચત ઉત્પાદનોમાં રોકાણના સંદર્ભમાં ટેક્સ કપાત, કર્મચારી દ્વારા પ્રાપ્ત વિભિન્ન ભથ્થા સાથે અન્ય સ્ત્રોતથી પ્રાપ્ત આવકના સંદર્ભમાં અલગ-અલગ સૂચના પણ શામેલ થશે. ફોર્મ 16 એક પ્રમાણપત્ર છે જેને એમ્પ્લોયર જાહેર કરે છે. આમાં કર્મચારીઓના ટીડીએસની વિગતો હોય છે. આને જૂનના મધ્યમાં જાહેર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ આયકર રિટર્ન ભરવામાં કરવામાં આવે છે.

આયકર વિભાગ દ્વારા નોટિફાઈડ સંશોધિત ફોર્મ 12 મે 2019 થી લાગુ થશે. આનો અર્થ છે કે નાણાકીય વર્ષ 2018-19 માટે આયકર રિટર્ન સંશોધિત ફોર્મ 16ના આધાર પર ભરવામાં આવશે. અન્ય વાતો સિવાય સંશોધિત ફોર્મમાં બચત ખાતાઓમાં જમા પર વ્યાજના સંદર્ભમાં કપાતની વિગતો અને ડિસ્કાઉન્ટ અને સરચાર્જીસ પણ શામેલ હશે.

આવકવેરા વિભાગ પહેલા જ નાણાકીય વર્ષ 2018-19 માટે આયકર રિટર્ન ફોર્મને અધિસૂચિત કરી ચૂક્યું છે. પગારદાર વર્ગ અને જે પોતાના ખાતાઓના ઓડિટ નથી કરાવતા તેમને આ વર્ષે 31 જુલાઈ સુધી આઈટીઆર ભરવાનું રહેશે.

આ વચ્ચે આયકર વિભાગે ફોર્મ 24 ક્યૂને પણ સંશોધિત કર્યું છે. આને નિયોક્તા ભરીને વિભાગને આપે છે. આમાં નોન-ઈન્સ્ટિટ્યુશનલ સંસ્થાઓની સ્થાયી ખાતા સંખ્યાની વધોરે વિગતો શામિલ હશે જેનાથી કર્મચારીઓએ મકાન બનાવવા અને ખરીદવા માટે ઋણ લીધું છે.

ફોર્મ 16 અને 24 ક્યૂને સંશોધિત કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય તેને વધારે વ્યાપક અને સૂચના આપનારુ બનાવવાનું છે.