મુંબઈઃ દેવાળીયા થવાની કગાર પર ઉભેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકના ડિપોઝિટર્સને જલ્દી જ રાહત મળી શકે છે. આરબીઆઈ દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટરે આ મામલે જપ્ત કરવામાં આવેલી પ્રોપર્ટીઝને છોડવા માટે મુંબઈ પોલીસના EOW ને પત્ર લખ્યો છે. મુંબઈ પોલીસે આના માટે સૈદ્ધાંતિક રીતે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર હવે મુંબઈ પોલીસ પ્રોપર્ટીઝને છોડવા અને તેમને RBI ના એડમિનિસ્ટ્રેટરને સોંપવા માટે કોર્ટમાં અરજી કરશે. આ મામલે સંપર્ક કરવા પર EOW ના પ્રમુખ રાજ્યવર્ધન સિન્હાએ કહ્યું કે તેમને RBI પાસેથી PMC મામલે જપ્ત પ્રોપર્ટીઝને છોડવા માટે પત્ર મળ્યો છે. આના માટે પોલીસે NOC આપી દીધી છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે મુંબઈ પોલીસ આ જ સપ્તાહે કોર્ટમાં તમામ પ્રોપર્ટીઝને છોડવા માટે અરજી કરશે. RBI ના એડમિનિસ્ટ્રેટર જે.બી.ભોરિયાએ આ મામલે કોઈપણ વિગત આપવાનો ઈનકાર કર્યો.
RBI ના પ્રવક્તાએ મીડિયાને કહ્યું કે, અમે કોઈ ટિપ્પણી નહી કરીએ. એડમિનિસ્ટ્રેટરને નિર્ણય લેવાનો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રોપર્ટીઝની નીલામી SARFAESI એક્ટ, 2002 ના વિશેષ પ્રાવધાનો અંતર્ગત કરવી પડશે જે બેંકો અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટને લોનની રિકવરી માટે ડિફોલ્ટર્સની કોમર્શિયલ અથવા રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝને નીલામ કરવાની મંજૂરી આપે છે. આ પગલાથી ડિપોઝિટર્સને જલ્દી જ રાહત મળી શકે છે.
પીએમસી બેંકના ડિપોઝિટર્સમાં મોટી સંખ્યા ઓછી આવક ધરાવતા લોકોની છે અને પ્રોપર્ટીઝની જલ્દી નીલામી થવાથી આ લોકોની નાણાકિય મુશ્કેલીઓ ઓછી થશે. એક અધિકારીએ જણાવ્યું કે આ મામલે આરોપીએ પહેલા જ નીલામી માટે પોતાની સહમતી આપી દીધી છે. આ કારણે નિલામીની પ્રક્રિયાને કાયદાકીય વિવાદનો સામનો નહી કરવો પડે.
આ મામલે મુખ્ય આરોપી વધાવન ફેમિલીએ જપ્ત કરવામાં આવેલા 18 એસેટ્સને વેચવા માટે સહમતી આપી દીધી છે. આ એસેટ્સમાં બે પ્રાઈવેટ જેટ, એક સ્પીડ બોટ અને ઘણી મોંઘી ગાડીઓનો સમાવેશ થાય છે. PMC બેંકમાં મોટા ફ્રોડનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે RBI એ જાણ્યું કે બેંકે કથિત રીતે 21000 થી વધારે ખોટા અકાઉન્ટ્સ બનાવીને દેવાદાર થઈ ચૂકેલી HDIL ને આપવામાં આવેલા 4300 કરોડ રુપિયાથી વધારેની લોનને છુપાવવાનો પ્રયત્ન કર્યો છે.