નવી દિલ્હીઃ રિઝર્વ બેંક 6 અન્ય સરકારી બેંકોને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન કેટેગરીમાં નાંખી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આમાં પીએનબી, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા અને સિન્ડિકેટ બેંકના નામ હોઈ શકે છે. જો આરબીઆઈ આવનારા એક મહિનામાં આ બેંકોને પીસીએ કેટેગરીમાં નાંખે તો આવી બેંકોની સંખ્યા 17 પર પહોંચી જશે. આ પહેલા અલાહાબાદ બેંકને મે મહિનામાં આ કેટેગરીમાં નાંખવામાં આવી હતી. બેંક પાસેને રેટિંગ વગરના અને હાઈ રિસ્ક કેટેગરીમાં લોન પણ ઓછી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આવી બેંકને પણ લોન આપવાથી રોકવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ છ બેંકોનું પ્રદર્શન બધાજ માપદંડો પર ખરાબ નથી. એટલા માટે આરબીઆઈ તેમને છોડી છુટ આપી શકે છે. આ બેંકોને જો પીસીએ કેટેગરીમાં નાંખવામાં આવે તો તેમની લોનને વેચવાની યોજના સફળ થઈ શકે છે.
સરકાર અને આરબીઆઈ સાથે આ બેંકોએ વાતચીત કરી છે અને તેમણે જણાવ્યું છે કે આવનારા એક અથવા બે ત્રીમાસીક ગાળાના સમયમાં રિકવર કરી લેવાશે. જો આરબીઆઈ પીસીએ અંતર્ગત તેમના પર કોઈ રીસ્ટ્રીક્શન લગાવે છે તો પછી તેઓ માટે રિકવર કરવું મુશ્કેલ બની જશે. આરબીઆઈ આ બેંકો સાથે ભલમનશાહી દાખવી શકે છે. કેટલીક બેંકોની આરબીઆઈ સાથે વાતચીત પણ થઈ છે.