મુંબઈઃ બિટકોઇનમાં મંગળવારે સારી એવી વધઘટ થયા બાદ હવે સૌથી જૂની આ ક્રીપ્ટોકરન્સીનો ભાવ 43,500 ડૉલરની સપાટીની નજીક આવી ગયો છે. બિટકોઇનનો ભાવ મંગળવારે એક તબક્કે 45,000 ડૉલરને વટાવી ગયા બાદ ટૂંકા ગાળાના રોકાણકારોએ કરેલા પ્રોફિટ બુકિંગને લીધે ફરીથી 43,500ની નજીક પહોંચી ગયો છે. જોકે, માત્ર બે દિવસના ગાળામાં બિટકોઇનમાં 6 ટકા કરતાં વધારે અને વર્તમાન મહિને 15 ટકા કરતાં વધારે વૃદ્ધિ થઈ છે.
આંકડાઓ દર્શાવે છે કે બિટકોઇન 43,800ની સપાટી વટાવી ગયા બાદ ટ્રેડરોએ ક્રીપ્ટો પરપેચ્યુઅલ ફ્યુચર્સ માર્કેટમાં 229 મિલ્યન ડૉલરની શોર્ટ પોઝિશન સુલટાવી હતી. આમ છતાં ફંડિંગ રેટ નકારાત્મક રહેતા ભાવ ઘટ્યા હતા. આ રેટ ઘટવાનો અર્થ એ થાય છે કે મોટાભાગના ટ્રેડરોને ભાવ ઘટવાની આશંકા છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 0.04 ટકા (25 પોઇન્ટ) ઘટીને 64,161 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 64,186 ખૂલ્યા બાદ ઉપરમાં 64,730 અને નીચામાં 62,448 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
64,186 પોઇન્ટ | 64,730 પોઇન્ટ | 62,448 પોઇન્ટ | 64,161 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 9-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
