નવી દિલ્હીઃ સરકાર ગયા વર્ષે ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) 2.0માં કેટલાંક સંશોધનો વિશે વિચારી રહી છે. ઇનસોલ્વન્સી (નાદારી) ફ્રેમવર્કને મજબૂત બનાવવાનો ઇરાદો છે. આમાં મોટી કંપનીઓ માટે પ્રિ-પેક ઇનસોલ્વન્સી ફ્રેમવર્ક, ગ્રુપ ઇનસોલ્વન્સી, સમયબદ્ધ એડમિશન પ્રક્રિયા વગેરે સામેલ છે. આ મહિનાના ત્રીજા સપ્તાહમાં રજૂ થનારા બજેટમાં સરકાર આ સંશોધનોમાં સામેલ કરી શકે છે. એનાથી મુશ્કેલીમાં ફસાયેલી કંપનીઓનો સમય રિઝોલ્યુશન થઈ શકશે.
IBCમાં સંશોધન માટે પ્રયાસ ચાલી રહ્યા છે. આ વખતે મંત્રાલયોની વચ્ચે વાતચીત થઈ છે. આ વિશે જાન્યુઆરી, 2023માં લોકોની સલાહ માગવામાં આવી હતી. સરકાર ફાસ્ટટ્રેક કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન માટેની પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે. ફાઇનાન્શિયલ ક્રેડિટર્સનો જ્યુડિશિયલ પ્રોસેસની બહાર કોર્પોરેટ ડેટર માટે ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી શકે છે, એમ એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
સરકાર મોટી કંપનીઓ માટે પ્રી-પેકેજ્ડ ઇનસોલ્વન્સી પ્રક્રિયાનો વ્યાપ વધારવા પર પણ વિચાર કરી રહી છે. એનાથી સ્ટ્રેસ્ડ એસેટ માટે કોસ્ટ ઇફેક્ટિવ રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરી શકાશે.
હાલ NCLTમાં 600 દિવસ લાગે છે
સરકાર ગ્રુપ ઇન્સોલ્વન્સીને સરળ બનાવવા માટે પણ સંશોધન કરી રહી છે. એનાથી કોર્પોરેટ ગ્રુપ માટે કોન્સોલિડેટેડ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનની મંજૂરી મળી શકે છે. એનાથી પ્રક્રિયા સરળ થશે અને કેસોને પરિણામો સુધી પહોંચાડી શકાશે. હાલ NCLTમાં કોઈ પણ કેસ ગયા પછી રિઝોલ્યુશનમાં 600 દિવસનો સમય લાગે છે. એનું મોટું કારણ લોનની કાયદેસરતા સ્થાપિત કરવામાં આવતા પડકારો છે.
સરકારી બેન્કોએ ઇનસોલ્વન્સીની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે કંપની મામલાના મંત્રાલયોને NesL રિપોઝિટરીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. એનાથી સરળતાથી લોનની કાયદેસરતા સ્થાપિત કરી શકાશે.