નવી દિલ્હીઃ કોંગ્રેસના આરોપો અને તેના ચોકીદાર ચોર છે, જેવા નારાને લઈને વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ સોશિયલ મીડિયા પર “મેં ભી ચોકીદાર હું” કેમ્પેન શરુ કરી છે. વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ પોતાના નામ પહેલા ચોકીદાર લગાવી દીધું, ત્યારબાદથી તેમને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયા પર નામની આગળ ચોકીદાર લખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
છેલ્લા બે દિવસમાં વડાપ્રધાન મોદીનું આ કેમ્પેન ખૂબ હિટ રહ્યું છે. આ કેમ્પેનનો સૌથી વધારે ક્રેઝ યુવાનોમાં જોવા મળ્યો છે. યુવાનો વડાપ્રધાન મોદીના #Mainbhichowkidar કેમ્પેનને સપોર્ટ કરવા માટે ન માત્ર સોશિયલ મીડિયા પર પોતાના નામ પહેલા ચોકીદાર લગાવી રહ્યા છે, પરંતુ “મેં ભી ચોકીદાર હું” તેવું ટેટૂ બનાવી રહ્યા છે. અત્યારસુધી ઘણા યુવાનોએ આ પ્રકારના ટેટૂ બનાવીને આ કેમ્પેનને સમર્થન આપ્યું છે.
એક ટેટૂ આર્ટિસ્ટે જણાવ્યું કે અત્યારસુધી મને આ પ્રકારના 100 ઓર્ડર મળી ચૂક્યા છે. ઓર્ડર આપનારા મોટાભાગના યુવાનો છે. આપને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીથી લઈને ભોપાલ અને દેશના અન્ય શહેરોમાં લોકોએ આ પ્રકારનું ટેટૂ બનાવડાવતા જોવા મળી રહ્યા છે. તો ઘણા રાજ્યોમાં તો બીજેપી કેમ્પેનથી પ્રભાવિત થઈને આર્ટિસ્ટ ફ્રી માં ટેટૂ બનાવી આપે છે.
આ પ્રકારનું ટેમ્પરરી ટેટૂ બનાવવા માટે 500 થી 2000 રુપિયા જેટલો ચાર્જ થાય છે. તો પરમેનેન્ટ ટેટૂ બનાવડાવવા માટે 4000 રુપિયા સુધીનો ખર્ચ થાય છે. ત્યારે આવામાં મેં ભી ચોકીદાર લખાવવાવાળા મોટાભાગના યુવાનો ટેમ્પરરી ટેટૂ જ બનાવી રહ્યા છે.