બીએસઈ-એસએમઈ પર પર્લ ગ્રીન ક્લબ્સ એન્ડ રિઝોર્ટ્સ લિસ્ટ થઈ

મુંબઈઃ બીએસઈ એસએમઈ મંચ પર 379મી કંપની પર્લ ગ્રીન કલ્બ્સ એન્ડ રિઝોર્ટ્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. આ કંપની ગુજરાત સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદ ખાતે આવેલી છે. કંપની કૃષિ અને કૃષિ સંબંધિત સર્વિસીસ ક્ષેત્રે કાર્યરત છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 6.30 લાખ શેર્સ રૂ.186ના ભાવે જનતાને ઓફર કર્યા હતા. કંપનીનો રૂ.11.72 કરોડનો પબ્લિક ઈશ્યુ 29 જૂન, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

પર્લ ગ્રીન ક્લ્બ્સ એન્ડ રિઝોર્ટ્સ લિમિટેડ ઘઉંના કોર્ન, ચોખા, સીડ્સ કોટન, ચણા, કઠોળ, વટાણા વગેરે કૃષિ પેદાશોનું ઉત્પાદન કરે છે. કંપની ગુજરાતના ગાંધીનગર ખાતે પર્લ ગ્રીન ક્લબ્સ એન્ડ રિઝોર્ટ્સ નામે એક રિઝોર્ટ ખોલવા માગે છે.