બ્લુમબર્ગઃ પેમેન્ટ સોલ્યુશન્સ કંપની પેટીએમની માતૃ કંપની One97 એક ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) દ્વારા ફંડ એકત્ર કરવા માટે 12 જુલાઈએ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ દાખલ કરે એવી શક્યતા છે, જેમાં કંપની 2.3 અબજ ડોલરનું ભંડોળ એકઠું કરવા ધારે છે, એમ કંપનીની નજીકના બે લોકોએ કહ્યું હતું.
પેટીએમમનો પ્રસ્તાવિત 2.3 અબજ ડોલરનો IPO દેશનો ત્રીજો સૌથી મોટો પબ્લિક ઇશ્યુ હશે, આ પહેલાં સરકારી કંપની કોલ ઇન્ડિયા લિ.એ 2010માં રૂ. 15,200 કરોડ IPO દ્વારા ઊભા કર્યા હતા અને એ પહેલાં 2008માં રિલાયન્સ પાવરે IPO થકી રૂ. 11,000 કરોડ ઊભા કર્યા હતા.
કંપનીએ દિલ્હીમાં શેરહોલ્ડરોની અસાધારણ જનરલ મીટિંગ (EGM) પૂરી થયા પછી પ્રોસ્પેક્ટસ દાખલ કરવામાં આવશે. જોકે કંપની આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
પેટીએમને ચીનની અલીબાબા અને જાપાનની સોફ્ટબેન્કના રૂપમાં ગણવામાં આવે છે. કંપનીની EGMમાં નવા શેરો થકી રૂ. 12,000 કરોડ (1.61 બિલિયન ડોલર) સુધી વેચવા માટે શેરહોલ્ડરોની મંજૂરી માગવામાં આવી છે. કંપની પાસે એક ટકા સુધી ઓવર સબસ્ક્રિપ્શન સુધી રાખવાનો વિકલ્પ છે. આ IPOથી એન્ટ ગ્રુપનો હિસ્સો 25 ટકાથી નીચે આવશે, એમ કંપનીની નજીકનાં વર્તુળોએ કહ્યું હતું.
જોકે પ્રારંભિક દસ્તાવેજોમાં કિંમત વિશે જણાવવામાં આવ્યું. કંપની નવા અને સેકન્ડરી શેરોને સમાન માત્રામાં રજૂઆતની અપેક્ષા કરી રહી છે.
વર્ષ 2021ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં દેશમાં 3.6 કરોડ ડોલરના IPO આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન ગાળાના 1.1 કરોડ ડોલરની તુલનામાં વધુ હતા.