નવી દિલ્હીઃ ફૂડ સર્વિસ ઈન્ડસ્ટ્રી ભારતમાં સૌથી તેજ ગ્રોથ કરનારી ઈન્ડસ્ટ્રી છે. 2018-19માં આ ઈન્ડસ્ટ્રીએ 73 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને 2022-23 સુધી આ ઈન્ડસ્ટ્રીનો ટાર્ગેટ આશરે 90 લાખ લોકોને રોજગાર આપવાનો છે. આ વાત NRAI ઈન્ડિયા ફૂડ સર્વિસીઝ રિપોર્ટ 2019 જાહેર કરતા નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહી.
રિપોર્ટને રજૂ કરતા અમિતાભે જણાવ્યું કે ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે, જ્યાં ટેક્નિકનો ઉપયોગ કરનારા ઉપભોક્તાઓની સંખ્યા તેજીથી વધી રહી છે. આ સીવાય લોકોની વધતી આવકના કારણે આ ઈન્ડસ્ટ્રી તેજીથી વિકાસ કરી રહી છે. આ જ કારણ છે કે ટેક્સ કલેક્શનનું સૌથી મોટુ પ્લેટફોર્મ બની ગયું છે. આ ઈન્ડસ્ટ્રીએ 2018-19માં સરકારને 1800 કરોડ ટેક્સમાં યોગદાન આપ્યું છે. રિપોર્ટ અનુસાર દર મહિને બહાર ખાનારા લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. 2018-19માં પ્રતિમાસ સરેરાશ 6.6 ની વૃદ્ધિ થઈ છે. આપને જણાવી દઈએ કે આ રિપોર્ટ 24 શહેરોમાં 130 રેસ્ટોરન્ટના સીઈઓ અને ગ્રાહકો સાથે વાતચીતના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, ભારતીય ફૂડ સર્વિસ ઉદ્યોગનું બજાર 2018-19માં 4,23,865 કરોડ છે જેના 9 ટકા સીજીઆર દર વધીને 2022-23 માં આ 5,99,782 કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. આ ઈન્ડસ્ટ્રી ભારતની સૌથી મોટી ઈન્ડસ્ટ્રી છે.
એનઆરએઆઈના રિપોર્ટ અનુસાર વર્ષ 2018-19માં લોકોનો ઝુકાવ રિજનલ ફૂડ્સ તરફ વધ્યો છે. આમાં પણ સાઉથ ઈન્ડિયન અને રાજસ્થાની ફૂડ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું છે.