BSE-સ્ટાર-MF: એપ્રિલમાં રૂ.5,458-કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો

મુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં મ્યુચ્યુઅલ ઉદ્યોગના રૂ.3,437 કરોડના નેટ ઈન્ફ્લો સામે BSE સ્ટાર MF પર રૂ.5,458 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો હતો. આ મહિનામાં BSE સ્ટાર MF પર 1.11 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.

BSE સ્ટાર MF પર નાણાકીય વર્ષ 2020-21ના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના રૂ.25,965 કરોડના નેટ આઉટફ્લો સામે રૂ.22,444 કરોડનો ચોખ્ખો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો હતો. આ પ્લેટફોર્મ પર નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા