નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસીઝ દ્વારા નીરવ મોદીના ગોટાળાના કારણે પંજાબ નેશનલ બેંકની મૂડી પર નકારાત્મક પ્રભાવનો હવાલો આપતા બેંકનું રેટિંગ ઘટાડી દીધું છે. મૂડીઝે આના સિવાય બેંકના આંતરિક નિયંત્રણને પણ કમજોર ગણાવ્યું છે. જો કે એજન્સીએ બેંકની રેટિંગ બેઝ લાઈનને સ્થિર રાખી છે જે દર્શાવે છે કે બેંકમાં થયેલા ગોટાળાના નકારાત્મક પ્રભાવને સમાહિત કરી લેવામાં આવ્યો છે. એજન્સીએ પીએનબીના રેટિંગને Baa3/p-3 થી ઘટાડીને Ba1/NP કર્યું છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પંજાબ નેશનલ બેંકે જાહેરાત કરી હતી કે તેણે 11,390 કરોડના ગોટાળા અને ગેરકાયદે લેવડદેવડ પકડી છે. બાદમાં આ ગોટાળાની રકમ વધીને 14,400 કરોડ પર પહોંચી ગઈ. બેંકમાં ગેરરીતિ સામે આવ્યા બાદ મૂડીઝે 20 ફેબ્રુઆરી 2018ના રોજ બેંકોની સમીક્ષા શરૂ કરી હતી. રેટિંગ એજન્સીને આશા છે કે બેંકને સરકાર પાસેથી કેટલોક લાભ પ્રાપ્ત થશે. તો આ સિવાય બેંક પોતાની ગૈરપ્રમુખ સંપત્તિઓના વેચાણથી પણ કેટલુંક ધન એકત્ર કરી શકશે. આમાં રીયલ એસ્ટેટ સંપત્તિઓ સિવાય સૂચિબદ્ધ આવાસ નાણાકીય સંસ્થા પીએનબી હાઉસિંગ ફાઈનાંસમાં આંશિક ભાગનું વેચાણ સમાવિષ્ટ છે.
રીપોર્ટમાં કહેવાયું છે કે આ સંસાધનો સિવાય બેંકની મૂડી ફ્રોડ સામે આવ્યાં પહેલાના સ્તર સુધી નથી પહોંચી શકી. અનુમાન લગાવવામાં આવ્યું છે કે બેંકને નાણાકીય વર્ષ 2018-19માં આશરે 12 હજારથી 13 હજાર કરોડની બાહ્ય પૂંજીની જરૂરત હશે. જો કે મૂડીઝનું અનુમાન છે કે મૂડીની ભારે ઉણપથી પીએનબીની આવતા વર્ષે પોતાના ઋણને વધારવાની ક્ષમતા પ્રભાવિત થશે.