શેરબજારનો મિશ્ર કરંટ, સેન્સેક્સ અને નિફ્ટી માં ઘટાડો, ઓટો-મેટલ શેરમાં તેજી

અમદાવાદ: 20મી ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજાર વેચાવાલી સાચે ખુલતું જોવા મળ્યું હતું. દિવસ ભરના ઉત્તાર-ચઢાવ બાદ અંતે લાલ નીશાનમાં બજાર બંધ થતા જોવા મળ્યા હતા. તો બીજી બાજું વૈશ્વિક બજાર તરફથી પણ મિશ્ર કારોબારના સંકેતો મળ્યા હતા. બપોરે 3:30 કલાકે, BSE સેન્સેક્સ 203.22 પોઈન્ટ સાથે 75,735 પર બંધ થતું જોવા મળ્યું હતું. જ્યારે NSE નિફ્ટી 50, 19.75 પોઈન્ટ ઘટીને 22,913.15 પર બંધ રહ્યો.

નિફ્ટી 50ના 50 શેરોમાંથી 28 શેરો વધારા સાથે બંધ થયા. શ્રીરામ ફાઇનાન્સ, NTPC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરમાં મજબૂતી જોવા મળી, જેમાં કેટલાક 4% સુધી ઉછાળે રહ્યા.ક્ષેત્રીય સૂચકાંકોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. નિફ્ટી ઓટો, પીએસબી, મેટલ, રિયલ્ટી, ઓએમસી અને મીડિયા ઇન્ડેક્સ 1%થી વધુના વધારા સાથે બંધ થયા. જ્યારે બેંક નિફ્ટી, ફાઇનાન્શિયલ સર્વિસિસ, IT, ફાર્મા અને પ્રાઇવેટ બેંક સૂચકાંકો 0.75% સુધી ઘટીને લાલ નિશાનમાં બંધ થયા. આજના વેપાર દરમિયાન બજારમાં સેક્ટરલ ફેરફારો સ્પષ્ટ દેખાયા. રોકાણકારોએ ઓટો, મેટલ અને પીએસયુ બેંકોમાં ખરીદી બતાવી, જ્યારે બેંકિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રના શેરોમાં નફાકમાણી નોંધાઈ