મુંબઈઃ વેરી લાર્જ કેરિયર્સ (વી.એલ.ઇ.સી. અથવા વેસેલ)ની માલિકી ધરાવતી રિલાયન્સ ઇથેન હોલ્ડિંગ PTE લિ. (આર.ઇ.એચ.પી.એલ.), (સિંગાપોરમાં બનાવવામાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની), જાપાનની મિત્સુઇ ઓ.એસ.કે. લાઇન્સ લિમિટેડ (એમ.ઓ.એલ.) અને એક વ્યૂહાત્મક લઘુમતી રોકાણકારે એમ.ઓ.એલ. અને લઘુમતી રોકાણકાર દ્વારા વી.એલ.ઇ.સી.ની માલિકી ધરાવતી છ સ્પેશ્યલ પર્પઝ લિમિટેડ લાયેબિલિટી કંપનીઓ (એસ.પી.વી.)માં વ્યૂહાત્મક હિસ્સો ખરીદવા માટેના નિશ્ચિત કરાર કર્યા છે.
આ સોદાની પૂર્ણતા નિયમનકારી મંજૂરીઓને આધીન છે. સોદો પૂર્ણ થયા બાદ આ એસ.પી.વી.નું નિયંત્રણ આર.ઇ.પી.એચ.એલ. અને એમ.ઓ.એલ. દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.
આ વ્યૂહાત્મક સોદા અંગે વાત કરતાં આર.આઇ.એલ.ના એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર પી.એમ.એસ. પ્રસાદે જણાવ્યુ હતું કે, “હાલમાં આ છ વી.એલ.ઇ.સી.નું સંચાલન એમ.ઓ.એલ. કરે છે તે ધ્યાનમાં લેતાં એમ.ઓ.એલ.નું રોકાણ અમારા તેમના સાથેના સંબંધોને વધારે સુદૃઢ બનાવશે અને વી.એલ.ઇ.સી.ના સુરક્ષિત અને કાર્યક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરશે. આ એસ.પી.વી.માં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અમે એમ.ઓ.એલ.નું સ્વાગત કરીએ છીએ કારણ કે તેઓ તેમની હાલની સંચાલક તરીકેની ભૂમિકામાંથી આગળ વધીને આ એસ.પી.વી.ના સંયુક્ત માલિક અને સંચાલક બન્યા છે.”
એમ.ઓ.એલ.ના બોર્ડ મેમ્બર અને એક્ઝેક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ તાકેશી હાશીમોટોએ જણાવ્યું હતું કે, “આ રોકાણ એમ.ઓ.એલ.ને અમે હાલમાં કેટલાક સમયથી સંચાલન કરી રહેલા છ અનોખા વી.એલ.ઇ.સી.ને માલિક તરીકે તેના એલ.એન.જી. કેરિયર, અન્ય ટેન્કરો, ડ્રાય બલ્કર, કાર કેરિયર, ફેર અને કોસ્ટલ આર.ઓ.આર.ઓ. શીપ અને ક્રૂઇઝ શીપના સમાવેશ સાથેના 850 જહાજોના કાફલામાં સમ્મિલિત કરવા સક્ષમ બનાવશે.અમારી પાસે કન્ટેઇનર શીપ પણ છે, જેને ઓ.એન.ઇ. (ONE) દ્વારા ભાડે લેવામાં આવેલી છે. આ છ વી.એલ.ઇ.સી.ના નિર્માણ અને તેની સોંપણી દરમિયાન નિરીક્ષણની કામગીરી અને ત્યારબાદ સોંપણીના સમયથી તેના સંચાલનને કારણે એમ.ઓ.એલ.ને આ અસ્કયામતો અંગેનું વિસ્તૃત જ્ઞાન છે. તેથી અમે ખુશ છીએ અને આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉપયોગ સંયુક્ત માલિક બનવા અને રિલાયન્સ સાથેના વર્તમાન સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે કરવાની આશા રાખીએ છીએ.”