નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થઈ છે. આ ચૂંટણીમાં લોકસભા ઉમેદવારો અને ચૂંટણી આયોગ બંન્ને દ્વારા કુલ મીલાવીને 70,000 કરોડ રુપિયાનો ખર્ચ થયાનું અનુમાન છે.
સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે 17મી લોકસભા માટે થયેલી ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા 60,000 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ચૂંટણી આયોગે પણ આ રકમના 15-20 ટકા બરાબર રકમ ખર્ચ કરી છે. ત્યારે આવામાં લોકસભા ચૂંટણી 2019માં કુલ 70,000 કરોડ રુપિયા ખર્ચ થયા છે.
જો પ્રતિ લોકસભા ક્ષેત્રના હિસાબથી વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2019માં સરેરાશ 100 કરોડ રુપિયાથી પણ વધારે રકમ ખર્ચ થઈ છે. 542 લોકસભા સીટ માટે થયેલી ચૂંટણીમાં 8000 થી વધારે ઉમેદવારો વચ્ચે મુકાબલો થયો હતો.
સીએમએસનો રિપોર્ટ એક કાર્યક્રમમાં જાહેર કરવામાં આવ્યો છે. સીએમએસના અધ્યક્ષ એન ભાસ્કર રાવે કહ્યું કે આપણે ચૂંટણી સુધારની દિશામાં પગલા ભરવા અને મજબૂત લોકતંત્ર કાયમ કરવાની દીશામાં કામ કરવું જોઈએ. ચૂંટણીમાં ખર્ચ ઘટાડવા માટે ઉપાય પર એક પેનલ ડિસ્કશન પણ થયું, જેમાં પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત એસવાય કુરેશી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલા સીએમએસે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી 2019માં ખર્ચનો આંકડો 50,000 કરોડ રુપિયાને પાર કરી શકે છે. મહત્વની વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પણ આનાથી ઓછા ખર્ચમાં થાય છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં શામિલ સોશિયલ મીડિયા પર ખર્ચ 250 કરોડ રુપિયા હતો જે આ વર્ષે 20 ગણો વધીને 50,000 કરોડ રુપિયા પાર કરી ગયો. ચૂંટણી ખર્ચ વધવાનું મુખ્ય કારણ બસ, હેલીકોપ્ટર સહિતના ભાડા અને ઈંધણના ભાવમાં વૃદ્ધિ રહી.