મુંબઈ તા.29 ડિસેમ્બર, 2021: બીએસઈ સ્ટાર્ટઅપ્સ પર 13મી કંપની વેરેલ્ઝ આઈટી સોલ્યુશન્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 1,17,600 ઈક્વિટી શેર્સ રૂ.171ની કિંમતે ઓફર કરીને રૂ.2.01 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 21 ડિસેમ્બર, 2021એ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
વેરેલ્ઝ આઈટી સોલ્યુશન્સ લિમિટેડ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ નવી મુંબઈ ખાતે છે. કંપની વેબ કેન્દ્રિત, મલ્ટી-સ્પેક્ટ્રમ આઈટી પ્રોડક્ટ ડેવલપમેન્ટ, મેઈન્ટેનન્સ અને આઈટી કન્સલ્ટન્સી ક્ષેત્રે કામ કરે છે. તે એન્ટરપ્રાઈઝ રિસ્ક મેનેજમેન્ટ, એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ, ઈ-કોમર્સ, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ, સાયબર સિક્યુરિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ આધારિત ટૂલ્સ વગેરે સર્વિસીસ પૂરી પાડે છે.
મુંબઈસ્થિત ફેડેક્સ સિક્યુરિટીઝ પ્રાઈ વેટ લિમિટેડ વેરેલ્ઝ આઈટી સોલ્યુશન્સની લીડ મેનેજર હતી.
બીએસઈ સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 12 કંપનીઓએ બજારમાંથી રૂ.56.63 કરોડ એકત્ર કર્યા છે અને તેમનું માર્કેટકેપિટલાઈઝેશન 28 ડિસેમ્બર, 2021ના રોજ રૂ.261.16 કરોડ થયું છે. બીએસઈ આ ક્ષેત્રે 100 ટકાનો બજાર હિસ્સો ધરાવે છે.
