મુંબઈઃ એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (ઈન્ડિયા એક્ઝિમ બેન્ક) દ્વારા ગિફ્ટ સિટી સ્થિત IFSC ખાતે આવેલા ઈન્ડિયા INX પ્લેટફોર્મ પર એક અબજ એસ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે. વિશેષતા એ છે કે ઈન્ડિયા એક્ઝિમ બેન્ક 10 વર્ષની મુદતનાં બોન્ડ્સના ઈશ્યુ દ્વારા વાર્ષિક માત્ર 2.25 ટકાના વ્યાજે આટલી રકમ એકત્ર કરી શકી છે. આ વ્યાજદર રેકોર્ડ નીચો છે.
ઈન્ડિયા એક્ઝિમ બેન્કના MD ડેવિડ રસ્ક્વિનાહ અને તેમના ડેપ્યુટીઓએ ઈન્ડિયા આઈએનએક્સ પર ઈન્ડિયા એક્ઝિમ બેન્કના ત્રીજા ફોરેન કરન્સી બોન્ડ્સના લિસ્ટિંગની ઉજવણી એક્સચેન્જનો બેલ વગાડી કરી હતી. આ ઈશ્યુ વાર્ષિક 2.25 ટકાનો રેકોર્ડ નીચો દર ધરાવતાં હોવા છતાં 3.5 ગણો છલકાઈ ગયો હતો.
આ સિદ્ધિ પ્રતિ હર્ષ સાથે ઈન્ડિયા INXના એમડી અને CEO વી. બાલાસુબ્રહ્મણ્યને કહ્યું કે એક્ઝિમ બેન્કને સાવ નીચા દરે ઓફર કરાયેલાં બોન્ડ્સની સફળતા માટે અમે અભિનંદન આપી છીએ અને તેનો અમને આનંદ છે. વર્ષ 2021માં અમારા પ્લેટફોર્મ પર ઓફ્ફશોર બોન્ડ્સના ઈશ્યુનું પ્રમાણ નોંધપાત્ર રહેવાની અમે આશા રાખીએ છીએ.