BSE સ્ટાર્ટઅપ્સ પર કુબેરન ગ્લોબલ એજ્યુ સોલ્યુશન્સ લિસ્ટ થઈ 

મુંબઈઃ BSE (બોમ્બે સ્ટોક એકસચેંજ)ના સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પર દસમી કંપની કુબેરન ગ્લોબલ એજ્યુ સોલ્યુશન્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. આ કંપની 1.12 કરોડ રૂપિયાનો પબ્લિક ઈશ્યુ લાવી હતી, જેમાં તેણે 10 રૂપિયાનો એક એવા 6,00,000 શેરો શેરદીઠ રૂ.20ની કિંમતે ઈશ્યુ કર્યા હતા.

કુબેરન ગ્લોબલ એજ્યુ સોલ્યુશન્સ તામિલ નાડુ સ્થિત કંપની છે, જેની હેડ ઓફિસ કોઈમ્બતુરમાં છે. કંપની તેના બેલ્ટ હેઠળ ટેસ્ટ પ્રેપ કોર્સિસ સેગમેન્ટમાં કાર્ય કરે છે.

સેબીએ ડિસેમ્બર 2018માં BSEને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ શરૂ કરવા મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં સ્ટાર્ટઅપ માટે આ એકમાત્ર મંચ છે, જેના પર અત્યારસુધી નવ કંપની લિસ્ટેડ થઈ હતી. આ 9 કંપનીઓએ આ મંચ પરથી 34.62 કરોડ રૂપિયા ઊભા કર્યા છે, જેનું માર્કેટ કેપ હાલ રૂ.89.32 કરોડ જેટલું છે.હવે દસમી કંપની ઉમેરાઈ છે.