નવી દિલ્હીઃ આગામી 15 ઓગસ્ટથી દુનિયાના 10 દેશોમાં ખાદી પ્રદર્શની લગાવવામાં આવશે. આ 15 દેશોના રાજદૂત અને હાઈકમિશને પોતાના દેશમાં વિભિન્ન સ્થાનો પર વિશેષ પ્રદર્શનીઓના આયોજનનો નિર્ણય લીધો છે જે એક સપ્તાહ સુધી ચાલશે. મહત્વપૂર્ણ વાત એ છે કે વિદેશોમાં પ્રથમવાર ખાદી પ્રદર્શની લગાવાઈ રહી છે. તો સાથે જ 2 ઓક્ટોબર બાદ આશરે 50 દેશોમાં જ આ પ્રકારની પ્રદર્શનીઓ લગાવવા અંગે કાર્ય કરવામાં આવશે.
KVIC ના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ ગત મહીને 42 દેશોની ભારતમાં સ્થિત એંબેસીઝને પત્ર લખીને તેમને પોતાના દેશોમાં ખાદી પ્રમોટ કરવાનો આગ્રહ કર્યો હતો. દુનિયાભરમાં ખાદીની લોકપ્રિયતાને લઈને 26 દૂતાવાસો અને હાઈકમીશને સકારાત્મક પ્રતિક્રિયા આપી અને ખાદીને વેગ આપવામાં પોતાની રુચી દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં એમએસએમઈ કોન્કલેવ દરમિયાન એમએસએમઈ મિનિસ્ટર ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ખાદીને આંતરરાષ્ટ્રીય સ્ટેજ સુધી પહોંચાડવું જોઈએ અને 15 ઓગષ્ટના રોજ વિદેશોમાં ખાદી પ્રદર્શનીનું આયોજન કરવું જોઈએ. બાદમા ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રીઝ પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરવા માટે બહરીન, તેહરાન, લંડન, સિંગાપુર, જોર્ડન, પર્થ, ઓટાવા, પુર્તગાલ, જેદ્દાહ અને રોમની 10 જગ્યાઓનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં 20 પ્રકારના કપડા મલમલથી રેશ સુધી અને કપાસથી ઉન સુધીના મોદી જેકેટ, શર્ટ, ટોપ, ડિઝાઈનર કુર્તા, વેસ્ટર્ન ડ્રેસીઝનો સમાવેશ થાય છે. તો સાથે જ શેમ્પુ, સેનિટાઈઝર્સ, હર્બલ ચા જેવી વિલેજ ઈન્ડસ્ટ્રી પ્રોડક્ટ્સ, હાઈ ક્વોલિટીના રેડીમેડ કપડા, કોફી, લેધર પર્સ વગેરે સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.