જિયોએ 50 અન્ય શહેરોમાં 5Gની સેવાઓ શરૂ કરી

નવી દિલ્હીઃ ટેલિકોમ્યુનિકેશન કંપની રિલાયન્સ જિયોએ મંગળવારે 50 શહેરોમાં 5G સેવાના વિસ્તરણની ઘોષણા કરી હતી. કંપનીએ એને અત્યાર સુધીનની સૌથી મોટી શરૂઆત જણાવી છે. કંપનીએ નિવેદનમાં કહ્યું હતું કે કંપની આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગોવા, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, પુડુચેરી અને કેરળમાં ફેલાયેલાં શહેરોમાં 5G નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. આ સિવાય મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાના, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં એની 5G સેવાઓ મોજૂદ છે.

કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે ઉપયોગકર્તાઓ હવે 184 શહેરોમાં 5Gની સેવાઓનો ઉપયોગ કરી શકશે.

કંપનીએ કહ્યું હતું કે રિલાયન્સ જિયો આજે 50 શહેરોમાં 5Gની અત્યાર સુધીની સૌથી મોટી રજૂઆત કરી છે. આ શહેરો માટે જિયોના ઉપયોગકર્તાઓ આજે વિના વધારાના ખર્ચે એક GBPS પ્લસ ગતિ પર અનલિમિટેડ ડેટાના ઉપયોગ માટે જિયો વેલકમ ઓફર માટે આમંત્રિંત કરવામાં આવે છે.

જિયોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 વધારાના શહેરોમાં Jio True 5G સેવાઓ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે કુલ સંખ્યાને 184 શહેરોમાં લઈ જઈ રહ્યા છીએ. આ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયામાં ક્યાંય પણ 5G સેવાઓના સૌથી મોટા રોલઆઉટ્સમાંનું એક છે. અમે દેશભરમાં ટ્રુ 5G રોલ-આઉટની ગતિ અને તીવ્રતાને વધારી દીધી છે કારણ કે અમે ઇચ્છીએ છીએ કે દરેક Jio વપરાશકર્તા નવા વર્ષ 2023માં જિયો True 5G ટેકનોલોજીના પરિવર્તનકારી લાભોનો અનુભવ કરે. દેશ તેનો આનંદ માણી શકશે અને તેનો લાભ ઉઠાવી શકશે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]