નવી દિલ્હીઃ પ્રત્યક્ષ કર વસૂલીમાં ઘટાડા બાદ ઈનકમ ટેક્સ વિભાગ ખૂબ કડક થવા જઈ રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે ઈનકમ ટેક્સ વિભાગને ટેક્સના વર્તુળમાં આવ્યા છતા રિટર્ન ફાઈલ ન કરતા અને રિટર્ન ફાઈલ કરવાનું બંધ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
ખાસકરીને જે લોકો વિરુદ્ધ જે પહેલા રિટર્ન ફાઈલ કરતા હતા અને હવે નથી કરી રહ્યા. ઈનકમ ટેક્સ વિભાગ અનુસાર જે લોકો પર કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે તેમાં 2 કરોડથી વધારે લોકો છે. આવા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ એ લોકો છે જે 2013-17 વચ્ચે કાં તો રિટર્ન ફાઈલ નથી કર્યું અથવા તો રિટર્ન ફાઈલ કરવાનું બંધ કરી દીધું છે. સીબીડીટીએ ઈનકમ ટેક્સ વિભાગને આગામી 30 જૂન સુધી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
ટેક્સના અધિકારીઓએ જણાવ્યું કે ચિન્હિત લોકોને નોટિસ મોકલવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. વિભાગ અનુસાર આ લોકોની ઓળખ બે રીતે કરવાનમાં આવે છે. ઈનકમ ટેક્સ વિભાગમાં નોનો ફાઈલર મોનિટરિંગ સિસ્ટમ છે જે આ લોકોની ઓળખનું કાર્ય કરે છે. તો ડ્રાપ ફાઈલર અર્થાત જે લોકો પહેલા રિટર્ન ફાઈલ કરતા હતા અને હવે નથી કરતા. આ પ્રકારના લોકોની સંખ્યા 25 લાખ છે.
આ તમામ લોકોને દેશભરમાં નોટિસ મોકલવાનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. અત્યારે મોડુ રિટર્ન ફાઈલ કરનારા લોકો પાસેથી દંડ લેવાનું પ્રાવધાન છે. નિયમ અનુસાર 31 ઓગષ્ટ બાદ અને 31 ડિસેમ્બર થી પહેલા રિટર્ન ફાઈલ કરનારા લોકો પાસેથી 5000 જેટલો દંડ લેવામાં આવે છે. 31 ડિસેમ્બર બાદ રિટર્ન ફાઈલ કરનારા લોકો પાસેથી 10,000 રુપિયાના દંડનું પ્રાવધાન છે. જો કે કોઈ વ્યક્તિની કુલ વાર્ષિક આવક 5 લાખથી વધારે છે તો તેની પાસેથી 1000 રુપિયા દંડ લેવામાં આવશે.
ઈનકમ ટેક્સના અધિકારીઓએ જણાવ્યું કે જો લોકો વિરુદ્ધ કાર્યવાહી થવાની છે તેમના ડેટાને તમામ રિજનલ ઓફિસ સાથે શેર કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે મોનિટરિંગ સિસ્ટમથી પ્રાપ્ત ડેટા અનુસાર 2013 બાદથી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2014માં રિટર્ન ફાઈલ ન કરનારા લોકોની સંખ્યા 11 લાખ હતી જે 2015માં વધીને 67 લાખ થઈ ગઈ છે. ડ્રોપ ફાઈલરની સંખ્યાં વધારો થયો છે. આંકડાઓ અનુસાર નાણાકિય વર્ષ 2018માં આ સંખ્યા 25 લાખથી વધારે થઈ ગઈ છે.