ઈન્કમ-ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મહેતલ ચૂકશો નહીં

મુંબઈઃ જો તમારી વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી વધારે હોય તો તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડે. જો કોઈ વ્યક્તિ અંતિમ તારીખ 31 જુલાઈ પહેલાં તેનું ITR ફાઈલ નહીં કરે તો એણે પેનલ્ટી ચૂકવવી પડશે.

આ ડેડલાઈન એવા લોકો માટે છે જેમણે એમના ટેક્સ એકાઉન્ટ ઓડિટ કરાવ્યા ન હોય. જો તમારી વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી ઓછી હોય તો પણ તમારે ફાઈનાન્સિયલ પ્લાનિંગ માટે ITR ફાઈલ કરાવવું પડે.

જો તમે ડેડલાઈન ચૂકી જશો તો તમારે લેટ ફી સહિત અનેક પ્રકારની પેનલ્ટી ચૂકવવી પડશે. તમે ડેડલાઈન ચૂકી જાવ તો પણ તમે 2022ની 31 ડિસેમ્બર સુધી લેટ ફી ભરીને તમારું ITR દસ્તાવેજ ફાઈલ કરી શકશો.

જો તમારી વાર્ષિક આવક પાંચ લાખથી વધારે હશે તો તમારે રૂ. 5,000ની લેટ ફી ચૂકવવી પડશે. જો વાર્ષિક આવક રૂ. પાંચ લાખથી ઓછી હશે તો લેટ ફી રૂ. 1,000 ચૂકવવી પડશે.