કોરોનાઃ ઈન્ડિગો કર્મચારીઓના પગારમાં 25 ટકા ઘટાડો

નવી દિલ્હીઃ એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ કોરોના વાયરસને લઈને વ્યાપાર પ્રભાવિત થવા પર કર્મચારીઓના પગારમાં ઘટાડાની જાહેરાત કરી છે. ઈન્ડિગો સીઈઓ રોનો દત્તાએ ઈમેઈલ કરીને કર્મચારીઓના પગારમાં 5 થી લઈને 25 ટકા સુધીના ઘટાડાની જાણકારી આપી છે. દત્તાએ લખ્યું કે તેઓ પોતાની સેલરીમાં પણ 25 ટકાનો ઘટાડો કરી રહ્યા છે. આ પહેલા મંગળવારના રોજ એર ઈન્ડિયાએ પોતાના પાયલટો અને કેબિન ક્રૂ મેમ્બર્સ સહિત તમામ કર્મચારીઓના અલાઉન્સમાં કપાતની જાહેરાત કરી છે.  

આ સિવાય કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ લેવલના અધિકારીઓના પગારમાં પણ 20 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. વાઈસ પ્રેસિડન્ટ અને પાયલટોના પગારમાં 15 ટકાના ઘટડાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય કેબિન ક્રૂ મેમ્બર્સ અને અન્ય નિચલા સ્તરના કર્મચારીઓના પગારમાં 5 થી 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

પગારમાં કપાતની જાહેરાત કરતા મેઈલમાં ઈન્ડિગોના સીઈઓ રોનો દત્તાએ લખ્યું કે, અમે જાણીએ છીએ કે આપના પરિવાર માટે આ કેટલું કઠણ હશે પરંતુ કંપની માટે આ આર્થિક તોફાનમાં કંપનીનું સંચાન મુશ્કેલ થઈ રહ્યું હતું અને એટલા માટે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કંપનીના સેલરી સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર રોહિત ફિલિપનો પગાર 10 કરોડ રુપિયા છે. જો કે રોનો દત્તાના પગારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ગત નાણાકીય વર્ષમાં કંપનીઓ કર્મચારીઓના પગાર પર 3,210 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જે તેના કુલ ખર્ચના 11 ટકા બરાબર હતું.