મુંબઈઃ વીતી ગયેલા ઓક્ટોબર મહિનામાં ભારતે માલસામાનની કરેલી નિકાસનો આંક વધીને 35.47 અબજ ડોલર થયો હતો જે ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં 42.33 ટકા વધારે હતો. 2020ના ઓક્ટોબરમાં ભારતે કુલ 24.92 અબજ ડોલરના માલસામાનની નિકાસ કરી હતી. કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પૂરી પાડેલી માહિતી અનુસાર, 2019ના ઓક્ટોબરની સરખામણીમાં 2021ના ઓક્ટોબરમાં ભારતે 35.21 ટકા વધારે નિકાસ કરી હતી.
એવી જ રીતે, 2021ના ઓક્ટોબરમાં ભારતે માલસામાનની કરેલી કુલ આયાતનો આંક વધીને 55.37 ડોલર થયો હતો જે 2020ના ઓક્ટોબરની સરખામણીમાં 34.07 અબજ ડોલર. આમ તે વર્ષાનુવર્ષ ધોરણે 62.49 ટકાનો વધારો સૂચવે છે. 2019ના ઓક્ટોબરમાં ભારતે 37.99 અબજ ડોલરની રકમની આયાત કરી હતી.
