નવી દિલ્હીઃ બિહાર તરફની ટ્રેનોમાં લોકો પહેલા રાજ્યના ખાસ વ્યંજનોની કમી મહેસૂસ કરતા હતા પરંતુ હવે આઈઆરસીટીસીએ આના પર ખાસ ધ્યાન આપ્યું છે. અને આવનારા દિવસોમાં તમે ટ્રેનોમાં યાત્રા દરમિયાન ત્યાંના વ્યંજનનો સ્વાદ લઈ શકશો.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને બિહારથી જતી લાંબા અંતરની તમામ ટ્રેનોમાં સ્થાનીય સ્તર પ્રચલિત ભોજન અને નાસ્તો ઉપ્લબ્ધ કરાવવાની યોજના બનાવી છે. આટલું જ નહી પરંતુ હવે પેંટ્રી કારના વેટર પણ ગુડ મોર્નિંગ અને હેલો-હાય કહીને આપનું અભિવાદન કરશે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે આઈઆરસીટીસીએ ઉત્તર બિહાર બાજુની ટ્રેનોમાં સવારના નાસ્તામાં ચૂડા-દહી ઉપ્લબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે, જ્યારે મધ્ય બિહાર અને દક્ષિણ બિહારના આ ક્ષેત્રથી ગુજરનારી ટ્રેનોમાં લિટ્ટી-ચોખા અને માંસાહારી ભોજનમાં ચીકન પણ ઉપ્લબ્ધ કરાવવામાં આવશે.
આઈઆરસીટીસીના ક્ષેત્રીય પ્રબંધક રાજેશ કુમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે બિહારી વ્યંજનોનું બ્રાંડિગ કરવા માટે ટ્રેનોમાં અહીંયાના પ્રસિદ્ધ વ્યંજનોને શામિલ કરાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આઈઆરસીટીસીએ કોલકત્તા સ્થિત ક્ષેત્રીય મુખ્યાલય દ્વારા પટણા કાર્યાલયને મોકલવામાં આવેલી યાદીની જવાબદારી આઈએચએમને આપવામાં આવી છે, જે આ વ્યંજનોને ખાસ રીતે યાત્રીઓને પીરસવા માટે અધ્યયન કરી રહી છે.
તેમણે જણાવ્યું કે દક્ષિણ ભારતની ટ્રેનોમાં ઈડલી, ઢોસા અને પશ્ચિમ ભારતથી નિકળનારી ટ્રેનોમાં સ્થાનિય વ્યંજન પીરસવામાં આવે છે. રાજેશ કુમારે જણાવ્યું કે બિહારના દરભંગા, મુઝફ્ફરપુર સહિત ઉત્તર બિહારના સ્ટેશનોથી પસાર થનારી ટ્રેનોમાં યાત્રીઓ માટે ચૂડા-દહીંનો વિકલ્પ હશે. યાત્રી લિટ્ટી ચોખા અને ઘુઘનીનો પણ સ્વાદ ચાખી શકશે. યાત્રી લિટ્ટી સાથે દેહાતી ચિકન, દાલપૂડી, સાથે જ શાક, ચૂડા અને ઘુઘની, પરાઠા સાથે દહીં અને અથાણાનો પણ આનંદ લઈ શકશે. તેમણે જણાવ્યું ખિચડી સાથે દહી અને પાપડનો વિકલ્પ ઉપસ્થિત રહેશે.