2027-28માં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર હશે ભારતઃ પાનગઢિયા

નવી દિલ્હીઃ ભારત ઊંચા વૃદ્ધિના માર્ગ પર પરત ફરવા તૈયાર છે. તેમણે વિશ્વાસ દરશાવ્યો હતો કે વર્ષ 2027-28 સુધી વિશ્વની ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, એમ જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પાનગઢિયાએ જણાવ્યું હતું. નીતિ પંચના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને કોલંબિયા સુનિવર્સિટીમાં પ્રોફેસરે અહીં કહ્યું હતું કે હાલના સમયમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. તેમણે કહ્યું હતું કે બસ હવે પાંચ વર્ષની વાત છે. 2023 ચાલી રહ્યું છે. 2027-28 સુધી ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર હશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને બુધવારે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2023-24માં ભારતનો GDP વૃદ્ધિદર 6.5 ટકા રહેશે. તેમણે કહ્યું હતું કે આર્થિક સમીક્ષામાંથી જે વાત નીકળીને સામે આવી છે, એનાથી વધુ મજબૂત અર્થતંત્ર થશે, જે આજે 6.5 ટકાના દરે વૃદ્ધિદરથી વિકાસ કરી રહી છે.

ભારત જે સ્થિતિમાં છે એને જોતાં કહી શકાય કે એ સાત ટકાથી વધુના વૃદ્ધિદરે સુધી પહોંચી જશે. ભારતનો આર્થિક વૃદ્ધિદર આઠ ચકાની નજીક પહોંચી ગયો હતો અને દેશે અનેક વર્ષો સુધી એક દરે વિકાસદર જારી રાખ્યો હતો. બેન્કો અને કોર્પોરેટ જગતના ખાતાં મજબૂત છે. ભારત આવનારા વર્ષોમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરવાવાળું અર્થતંત્ર હશે. ભારત હાલનાં વર્ષોમાં સાત ટકાના વૃદ્ધિદરે વિકીસ કરશે અને જો અર્થતંત્ર ખુલ્લું મૂકવા માટે પગલાં લેશે તો આઠ ટકાના વૃદ્ધિદરે સરળતાથી વિકાસ હાંસલ કરશે, એમ તેમણે કહ્યું હતું.