નવી દિલ્હીઃ હવે સરકારી કંપની ઈન્ડિયા પોસ્ટના નુકસાને બીએસએનએલ અને એર ઈન્ડિયાને પણ પાછળ છોડી દીધા છે. નાણાકીય વર્ષ 2018-19 માં ઈન્ડિયા પોસ્ટને કુલ 15,000 કરોડ રુપિયાની ખોટ થઈ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ઈન્ડિયા પોસ્ટની ખોટ વધીને 150 ટકાનો વધારો થયો છે. હવે આ સૌથી વધારે ખોટવાળી સરકારી કંપની બની ગઈ છે.
આ ખોટના કારણે કર્મચારીઓને વેતન અને અન્ય ભથ્થાં આપવા માટે થનારા ખર્ચને જણાવવામાં આવી રહ્યો છે. પોસ્ટને પોતાના વાર્ષિક રાજસ્વનો 90 ટકા જેટલો ભાગ ખર્ય કરવો પડે છે. ખોટ માટે બદનામ અન્ય સરકારી કંપનીઓ જેવી કે બીએસએનએલને નાણાકિય વર્ષ 2018-19માં 7500 કરોડ રુપિયા અને એર ઈન્ડિયાને નાણાકિય વર્ષ 2017-18માં 5,337 કરોડ રુપિયાની ખોટ થઈ હતી.
પોસ્ટને નાણાકીય વર્ષ 2018-19 માં 18,000 કરોડ રુપિયાનું રાજસ્વ પ્રાપ્ત થયું હતું જ્યારે તેને વેતન અને ભથ્થામાં 16,620 કરોડ રુપિયા ખર્ચ કરવા પડ્યા હતા. આ સિવાય બીએસએનએલને પેન્શન પર આશરે 9,782 કરોડ રુપિયા ખર્ચ કરવા પડ્યાં હતાં એટલે કે તેનો કુલ કર્મચારીઓમાં થતો ખર્ચ વાર્ષિક 26,400 કરોડ સુધી પહોંચી ગયો હતો.
કંપનીનું અનુમાન છે કે નાણાકિય વર્ષ 2020માં વેતન અને ભથ્થાઓ પર ખર્ચ 17,451 કરોડ રુપિયા અને પેન્શન પર ખર્ચ 10,271 કરોડ રુપિયા રહેશે. તો આ દરમિયાન આવક માત્ર 19,203 કરોડ રુપિયા રહેવાનું અનુમાન છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આગળ વધીને કંપનીની સ્થિતી વધારે ખરાબ રહેશે.
ઉત્પાદ ખર્ચ અને કીંમત તેમજ પારંપરિક પોસ્ટ સુવિધાઓની તુલનામાં વધારે સસ્તા અને તેજ વિકલ્પ ઉપ્લબ્ધ હોવાના કારણે ઈન્ડિયા પોસ્ટના પર્ફોર્મન્સ સુધારવા અને તેની આવક વધારવા માટે કરવામાં આવતા પ્રયત્નો નિષ્ફળ રહે છે. આ સીવાય ઉત્પાદનોની કીંમત વધારવા સીવાય કંપની પોતાના 4.33 લાખ કામદારો અને 1.56 લાખ પોસ્ટ ઓફિસના નેટવર્કના દમ પર ઈ-કોમર્સ અને અન્ય વેલ્યૂ એડેડ સર્વિસીઝમાં શક્યતાઓ શોધી શકે છે.
ઈન્ડિયા પોસ્ટ પોતાના દરેક પોસ્ટ કાર્ડ પર 12.15 રુપિયા ખર્ચ કરે છે પરંતુ તેને માત્ર ખર્ચના 4 ટકા જ પૈસા મળે છે. સરેરાશ પાર્સલ સેવાનો ખર્ચ 89.23 રુપિયા છે પરંતુ કંપનીને તેનો માત્ર અડધો જ ભાગ મળે છે. બુક પોસ્ટ, સ્પીડ પોસ્ટ અને રજિસ્ટ્રેશન સાથે આવું જ થાય છે.
વ્યય સચિવની અધ્યક્ષતામાં વ્યય નાણાકીય સમિતિએ તાજેતરમાં જ પોસ્ટ વિભાગને કહ્યું હતું કે યૂઝર્સ પાસેથી પૈસા વસુલવા માટે કંપનીને આત્મનિર્ભર હોવું જોઈએ કારણ કે કેન્દ્રના બજેટમાં આ પ્રકારની રિકરીંગ વાર્ષિક ખોટ શામિલ નથી હોતી. ખર્ચ વધતો જઈ રહ્યો છે પરંતુ આવક ઘટી રહી છે કારણ કે આના વિકલ્પ ઉપલબ્ધ છે. લોકો પોસ્ટની જગ્યાએ હવે ઈ-મેઈલ,ફોન કોલ સહિતનો ઉપયોગ કરવા લાગ્યા છે.