મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન 1 ટ્રિલ્યન ડોલરની નજીક પહોંચી ગયું છે. બિટકોઇન પર 21,000 ડોલરની સપાટીની ઉપર રહી શક્યો છે અને બજારમાં એનું પ્રભુત્વ 40 ટકા વધારે છે. ઈથેરિયમનું પ્રભુત્વ 20 ટકાની આસપાસ છે અને એનો ભાવ 1,500 ડોલરની નજીક ચાલી રહ્યો છે.
ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજીનો જુવાળ આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી શિબા ઇનુ, ડોઝકોઇન અને ઈથેરિયમ વધ્યા હતા, જ્યારે સોલાના, યુનિસ્વોપ, પોલીગોન અને કાર્ડાનોમાં ઘટાડો થયો હતો.
દરમિયાન, ફ્રાન્સની રાષ્ટ્રીય ધારાસભાએ સૂચવેલા નવા કાયદા અનુસાર દેશમાં ક્રીપ્ટોકરન્સી કંપનીઓએ નિયમનકારી સત્તા હેઠળ આવવું પડશે. થાઇલેન્ડમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ક્રીપ્ટોકરન્સી કસ્ટડી સર્વિસીસ માટેનાં નવાં ધારાધોરણો ઘડ્યાં છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.63 ટકા (194 પોઇન્ટ) વધીને 30,962 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,768 ખૂલીને 31,494ની ઉપલી અને 30,703 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.