આઇસી15 ઇન્ડેક્સ 171 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15માં શુક્રવારે 171 પોઇન્ટનો વધારો થયો હતો. એના ઘટકોમાંથી ચેઇનલિંક સિવાયના તમામ કોઇન વધ્યા હતા. મુખ્ય વધેલા કોઇન કાર્ડાનો, સોલાના, ટ્રોન અને લાઇટકોઇન હતા, જેમાં બેથી ચાર ટકા વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન,  યુરોપિયન સંસદસભ્યોએ પ્રકાશિત કરેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ક્રીપ્ટો એસેટ્સને મૂળભૂત રીતે સિક્યોરિટીઝ તરીકે ગણવી જોઈએ અને ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન્સને કાનૂની દરજ્જો આપવો જોઈએ. જ્યોર્જિયાની કેન્દ્રીય બેન્કે મની લોન્ડરિંગ અટકાવવા માટે વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર પર દેખરેખ રાખવાનું વિચાર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.46 ટકા (171 પોઇન્ટ) વધીને 37,631 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,460 ખૂલીને 37,723ની ઉપલી અને 37,130 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.